SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ આદિનાથજીને ૪૦૦ દિવસ સુધી ભિક્ષા ન મળી. કયા કારણે ? આપણે હોઈએ તો ક્યારનોય ઈશારો કરી દઈએ ! એ તો ઠીક, ૪૦૦૦ - કચ્છ – મહાકાદિ સહદીક્ષિતોએ પણ દીક્ષા પૂર્વે ભોજન વ્યવસ્થા માટે પૂછળ્યું નથી. કેટલા સમર્પિત હશે ? સોનાને આગ આદિની પરીક્ષામાંથી પસાર થવું પડે છે, તેમ સંયમીને પણ પરિષદોની આગમાંથી પસાર થવું પડે છે. - લોચ આદિ સ્વેચ્છાએ સહન કરવાની આદતના કારણે સહજ રીતે આવતા પરિષહાદિ સહેલાઈથી સહન કરી શકાય છે. લોચ વખતે સહન કરનારા આપણે એના સિવાયના પ્રસંગે કોઈ વાળ ખેચે તો ? સહન કરીશું ? વાળ તો આજે કોઈ નહિ ખેચે પણ તમારું અપમાન થાય તેવા શબ્દો કહેશે. ત્યારે તમે શું કરશો ? ગાળો તો નથી આપતો ને ? એમ વિચારજો. ગાળો આપે તો લાકડી તો નથી મારતો ને ? લાકડી મારે તો જાનથી તો નથી મારતો ને ? જાનથી મારે તો ધર્મ-નાશ તો નથી કરતો ને ? એમ વિચાર કરશો તો ક્યારેય ગુસ્સો નહિ આવે. આક્રોશ, તર્જના, ઘાતના, ધર્મબંશને ભાવે રે; અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તો શુદ્ધસ્વભાવે રે.. - ઉપ. યશોવિ, સઝાય. છઠ્ઠું પાપસ્થાનક પાપક્ષય, ઇર્યાપથિકી, વંદના... આદિ ૮ કારણે કાયોત્સર્ગ થાય છે. પાવવવUાલ્ય રૂરિયારૂ.. ચૈત્યવંદન ભાષ્ય. • સુખલાલ પંડિતે કહેલું : પ્રતિક્રમણના સૂત્રો બીજા આચાર્યોએ રચેલા છે. તેની સામે પ્રશ્ન મૂકવામાં આવ્યો : તો પછી ગણધર ભગવંતો પ્રતિક્રમણમાં કયા સૂત્રો બોલતા હતા ? પછી સુખલાલજીએ સૂત્રોનું ગણધર કર્તૃત્વ સ્વીકારવું પડ્યું. - નાગેશ્વર તીર્થમાં પહેલીવાર દર્શન કર્યા ત્યારે લાગ્યું : જાણે સાક્ષાતુ પાર્શ્વનાથ મળ્યા. બરાબર નવ હાથની કાયા ભોપાવરમાં શાન્તિનાથની, જયપુરમાં મહાવીરસ્વામી આદિ કાયોત્સર્ગસ્થ મૂર્તિઓ છે. આવી મૂર્તિઓ સમક્ષ કાયોત્સર્ગનો અભ્યાસ કરવા જેવો છે. ૨૩૬ = = = = = = = * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy