SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘપતિ પરિવારે મહા સુ. ૧૦ના દિવસે માંડવલાથી પૂ. આ. શ્રીમદ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં સંઘ કાઢયો. ગુજરાતના ભયંકર તુફાનો વચ્ચે એ સંઘ નિર્વિદને પૂર્ણ પણ થયો. id છેલ્લી બે રાત પૂ.પં. શ્રી કલ્પતરૂવિજયજી લગભગ પાસે જાગતા જ રહ્યા હતા. મહા સુ. ૩ની અંતિમ રાત હતી, પૂજ્યશ્રીનો શ્વાસ બે દિવસથી જેવો ચાલતો હતો, તેવો જ ચાલી રહ્યો હતો. વારંવાર પૂજયશ્રીને પૂછવામાં આવતું હતું કે કોઈ તકલીફ છે ? ત્યારે પૂજ્યશ્રી પણ સસ્મિત હાથ હલાવી કહેતા હતા : “નહીં.” આખી રાત પૂજ્યશ્રીની આંખ ખુલ્લી હતી. પૂ. કલ્પતરૂવિજયજીએ પૂછવું : આપ શું કરો છો ? ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : હું શ્વાસોચ્છવાસની સાથે ધ્યાન કરૂ છું. થોડી વાર રહી પૂજ્યશ્રીએ કહ્યું : યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ સંભળાવો. |ી પૂ.પં. કલ્પતરૂવિજયજી મ.સા. એ યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ સંભળાવવો શરૂ કર્યો અને જ્યાં આ શ્લોક આવ્યો... જાતે ભ્યાસે સ્થિરતા... ૧૨/૪૬ | પૂજ્યશ્રી ત્યાં અટક્યા અને તે શ્લોકના ચિંતનમાં તેઓ ડૂબી ગયા. જાણે કે પૂજયશ્રી માટે બ્લોકના આ શબ્દો સમાધિના બટન હતા. કે જેને સાંભળતાં જ તેઓ સમાધિમગ્ન બની જતા હતા. પુ.પં. કીર્તિચંદ્રવિજયજી પાસેથી પણ દેવચંદ્રજી કૃત ચોવીશીનું શ્રી શીતલનાથ પ્રભુનું સ્તવન સાંભળ્યું. તેમાં જ્યારે આ ગાથા આવી. સકલ પ્રત્યક્ષ પણે ત્રિભુવન ગુરૂ ! જાણું તુમ ગુણ ગ્રામજી; બીજું કાંઈ ન માંગું સ્વામી ! એહિ જ છે મુજ કામજી.” પણ પૂજ્યશ્રી આ ગાથા પર પણ ચિંતન કરતા - કરતા પ્રભુ ધ્યાનમાં મગ્ન બની ગયા - ડૂબી ગયા. છેપૂજ્યશ્રી હર શ્વાસની સાથે “નમો સિદ્ધાણં' પદનો જાપ છેલ્લી બે રાતથી કરી જ રહ્યા હતા.
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy