SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ કાયા ત્રણેય પરમાત્મમય જ બનાવવાના છે. પરમાત્મા એટલે પરમશુદ્ધ આત્મા. એનું ધ્યાન એટલે આત્માનું જ ધ્યાન. - માનસરોવરમાં હંસ રમે તેમ મુનિઓના મનમાં સિદ્ધો રમે. આવા મુનિઓ અરૂપી અને દૂર રહેલા સિદ્ધોના, આપણને અહીં દર્શન કરાવે છે. મુનિઓના મનમાં ૨મતા સિદ્ધોને જોવા આપણી પાસે શ્રદ્ધાની આંખ જોઈએ. આંખ ચાર પ્રકારે : ચામડાની (ચમ) ચક્ષુ : ચઉરિન્દ્રિયથી લઈ સૌને. અવધિજ્ઞાનની આંખ : દેવ-નારકને. કેવળજ્ઞાનની આંખ : કેવળી + સિદ્ધોને. શાસ્ત્રની આંખ : સાધુઓને. બે હજાર સાગરોપમ પહેલા આપણે ચોક્કસ એકેન્દ્રિયમાં હતા. એટલા કાળમાં જો આપણે મોક્ષમાં ન જઈએ તો ફરી એકેન્દ્રિયમાં જવું પડશે.. આ જ આપણો ભૂતકાળ છે. મોક્ષમાં ન જઈએ તો આ જ આપણો ભવિષ્યકાળ છે. T.V. સિનેમા વગેરે પાછળ પાગલ બનનારી આજની પેઢીને જોઈને ચિન્તા થાય છે : આમનું થશે શું ? આંખનો કેવો દુરુપયોગ ? ફરીથી આંખ નહિ મળે. આંખ ઘણા પુણ્યથી મળી છે. એનો દુરુપયોગ ન કરો. શાસ્ત્ર વાંચો. જયણા પાળો, જિનમૂર્તિના દર્શન કરો. આ જ આંખનો સદુપયોગ છે. * શાસ્ત્ર હૃદયમાં, જીવનમાં જીવંત જોઈએ. પળ-પળે એના ઉપયોગપૂર્વકનું આપણું જીવન જોઈએ. એ જ ખરું શાસ્ત્ર છે. ભંડારમાં પડેલા પુસ્તકો તો શાહી અને કાગળ છે, માત્ર દ્રવ્યશાસ્ત્ર છે. એ પ્રમાણેનું જીવન તે જ ભાવશાસ્ત્ર છે. યોદ્ધાઓ ઢાલથી તલવારાદિના પ્રહારો રોકે તેમ સાધક ક્રોધાદિના પ્રહારને ક્ષમાદિથી રોકે. ક્રિયા વખતે સૂત્રો માત્ર સાંભળવાના જ નથી, અનૂચ્ચારણ (અનુ + ઉચ્ચારણ) પણ કરવાનું છે. તો જ કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * ૨૧૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy