SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ આપે તો તીર્થંકરની આજ્ઞાનો અનાદર શું ફળ આપે ? તે કલ્પના કરી લો. આજ્ઞામાં અવરોધરૂપ મોટાભાગે આપણો પ્રમાદ જ હોય છે, એ ભૂલશો નહિ. આપણું જીવન પ્રમાદ-બહલ છે. પ્રમાદ પાંચ પ્રકારનો તો ઘણીવાર સાંભળ્યો. ક્યારેક આઠ પ્રકાર બતાવીશ. (જુઓ શ્રા.વ. ૧૦, રવિવાર) - ભક્તિ : આ વિષમકાળમાં જ પ્રભુ-ભક્તિ મળી ગઈ તો સમજી લેજો : ભવ-સાગરનો કિનારો આવી ગયો. એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય.” “ફવિ नमुक्कारो' એકવાર પણ પ્રભુની ઝલક મળી જાય તો જીવન સફળ ! ભગવાનના દર્શન પણ તેને જ મળે, જેને વિરહનો ઉકળાટ હોય. વિરહ જેટલો ઉત્કટ, મિલન તેટલું જ મધુર ! તરસ જેટલી ઉત્કટ, પાણી તેટલું જ મધુર ! ભૂખ જેટલી ઉત્કટ, ભોજન તેટલું જ મધુર ! દરિસણ દરિસણ રટતો જો ફિરું... તો રણરોઝ સમાન..” આનંદઘનજીની આ પંક્તિમાં પ્રભુ-વિરહ કેવો દેખાઈ રહ્યો છે ? આપણે પ્રભુ વિરહ વિના પ્રભુ દર્શન પામવા ચાહીએ છીએ. ઉકળાટ વિના વાદળ પણ નથી વરસતા તો પ્રભુ ક્યાંથી વરસે ? અત્યારે ઠંડુ વાતાવરણ છે. જરાય ઉકળાટ નથી. તો વાદળ ક્યાં વરસે છે ? પ્રભુ-મિલન, (કેવળજ્ઞાનની પ્રાપ્તિ) તો ક્ષણવારમાં જ, અન્તર્મુહૂર્તમાં જ થવાનું છે, પણ એના માટે જનમ-જનમની સાધના જોઈએ, પ્રભુ-વિરહનો ઉત્કટ તલસાટ જોઈશે. યથાપ્રવૃત્તિકરણ આમ અસંખ્ય પ્રકારે છે, પણ મુખ્ય બે પ્રકારે : ચરમ યથાપ્રવૃત્તિકરણ અને અચરમ યથાપ્રવૃત્તિકરણ. અસંખ્ય યથાપ્રવૃત્તિકરણો થયા પછી છેલ્લું એવું ૧૮૪ * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy