SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (જો કે, દર વખતે વાચનાઓ સાંભળવાનું મળતું ને અમે અવતરણ પણ કરતા, પરંતુ આ વખતે લખાયેલું પુસ્તકરૂપે પ્રકાશિત થયું, એ વિશેષતા હતી.) માત્ર સાંભળવાનું જ નહિ, પરંતુ તે જ વખતે અવતરણ કરવાનું અને પ્રકાશિત કરાવવાનું પણ સદ્ભાગ્ય મળ્યું. આજે પૂજ્યશ્રીની ગેરહાજરીમાં વિચાર આવે છે : આ બધું શી રીતે થઈ ગયું ? આમ તો અમારા છેલ્લા ૧૬ વર્ષોથી પ્રાયઃ અલગ ચાતુર્માસ થતા રહે છે. તો પણ વાંકી-પાલીતાણા ચાતુર્માસ સાથે થવા, વાચનાઓનું અવતરણ થવું, પ્રકાશિત થવું, આ બધું જલ્દી-જલ્દી શી રીતે થઈ ગયું ? જાણે કોઈ અજ્ઞાત શક્તિએ અમારી પાસેથી આ કામ કરાવી લીધું. પૂજ્યશ્રીની ભાષામાં કહીએ તો પ્રભુએ આ કામ કરાવી લીધું. પજયશ્રી દરેક વાતમાં પ્રભુને જ આગળ રાખતા હતા. (પૂજ્યશ્રીની વાણીનું અવતરણ, જે અમે કંઈક પરિષ્કાર અને કંઈક ભાષાકીય પરિવર્તન કરીને કરીએ છીએ, તેમાં ક્યાંય પૂજ્યશ્રીના આશયથી વિરૂદ્ધ તો નહિ થતું હોય ને ? એવી અમને થોડી શંકા રહ્યા કરતી હતી. એક વખત (લાકડીઆ – સિદ્ધાચલના છ ‘રીપાલક સંઘમાં ઉપરિયાળાની આસપાસના કોઈ ગામમાં, (વિ. સં. ૨૦૫૬) વાચના પછી અમે પૂજ્યશ્રીને અમારી નોટ આપી દીધી અને કહ્યું : ‘જો ક્યાંય ભૂલ હોય તો સુધારશો. પૂજ્યશ્રીએ બે દિવસ નોટ જોઈ અને કહ્યું : તમે મારા જ મનની વાત વિશેષ પુષ્ટ બનાવો છો. હવે તમારે નોટ બતાવવાની કોઈ જરૂર નથી. અવતરણ માં કોઈ ભૂલ નથી.' પૂજ્યશ્રીના અભિપ્રાયથી અમે સંતુષ્ટ થયા. એક બીજો પ્રસંગ પણ યાદ આવે છે : વિ. સં. ૨0૫ર માં અમારું હુબલી ચાતુમસિ હતું ત્યારે પૂજ્યશ્રીનું કોઈમ્બતૂરમાં હતું. ત્યાંથી પૂજ્યશ્રીનો પત્ર આવ્યો : मंत्रमूर्ति समादाय, देवदेवः स्वयं जिनः । सर्वज्ञः सर्वगः शान्तः, सोयं साक्षाद् व्यवस्थितः ॥ આ શ્લોકનો ગુજરાતીમાં પદ્યાનુવાદ જોઈએ. અમે તરત જ હરિગીતમાં પદ્ય બનાવીને મોકલ્યું :
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy