SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ભાડેથી રાખેલો છે. એને એકાદ ટાઈમ ભોજન, થોડોક આરામ આપવાનો, આટલું ઠરાવ્યું છે. હવે જો નોકર જ શેઠ થઈ જતો હોય તો વિચારવા જેવું નહિ ? ઘોડો જ ઘોડેસ્વારનો માલિક બની જતો હોય તો વિચારવા જેવું નહિ ? ઈન્દ્રિયોના ઘોડાની લગામ આપણા હાથમાં છે ? જો આપણી પાસે ઈન્દ્રિયોને, શરીરને નિયંત્રણમાં લાવવાની શક્તિ નથી તો સમર્થને શરણે જાવ; ભગવાનના શરણે ! સંયમ સારી રીતે પાળવું હોય તો ભક્તિ વિના ઉદ્ધાર જ નથી, મૈત્રી વિના ઉદ્ધાર નથી. મૈત્રી દ્વારા જીવો સાથેનો સંબંધ અને ભક્તિ દ્વારા ભગવાન સાથેનો સંબંધ સુધારવાનો છે. એ વિના ચારિત્રની શુદ્ધિ નથી, પ્રાપ્તિ નથી, એટલું લખી રાખજો. સંયમ ભલે મળી ગયું, પણ સુરક્ષા માટે ભક્તિ અને જ્ઞાનયોગ જોઈશે જ. એટલે જ હું કેટલાય દિવસથી भक्ति ગતિ થાાં' પર અટકી ગયો છું. પરમાત્મા દ્વારા ભૂલાયેલા આત્માને શોધી કાઢવાનો છે. ન મળે ત્યાં સુધી પરમાત્માને છોડવાના નથી. ‘કબજે આવ્યા તે નવિ છોડું' વગેરે પંક્તિઓ દ્વારા મહાપુરુષો આપણને શીખવે છે : કદી પ્રભુને નહિ છોડતા. હું પણ તમને આ જ શીખવું છું : પ્રભુને નહિ છોડતા. ભગવાન પાસે હઠ લઈને બેસી જાવ : પ્રભુ ! તમને કદી નહિ જ છોડું. ફંડમાં વધુમાં વધુ કેટલું આપો ? ને દીકરાને કેટલું આપો ? બધું જ ! ભગવાન આપણા પરમપિતા છે. પોતાનો બધો જ શ્રુતખજાનો ગણધરોને આપ્યો. પોતે દેશના આપીને પછી કોને દેશના આપવા દે ? ગણધરને શિષ્ય પુત્ર જ છે. જ્ઞાન-સમજ વધે તેમ ભગવાન પ્રત્યે પ્રેમ વધે જ. તો જ સમજ વધી છે, એમ કહી શકાય. યશોવિ.ને સમજ વધતાંવધતાં પ્રભુમાં જ સર્વસ્વ દેખાયું. છેવટે કહી દીધું : ‘જ્ઞાનના દરિયાનું વલોણું કરતાં મને ભક્તિનું અમૃત મળ્યું છે. આ જ સાર છે ! કહે કલાપૂર્ણસૂરિ-૧ 4 ૧૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy