SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર : ભક્તિ પ્રેમ કરવાનો સ્વભાવ મનુષ્યને જ નહિ, જીવમાત્રને હોય છે, અવિવેકી જીવ શરીર પર કે શરીરધારી પર પ્રેમ કરી બેસે છે. આ પુગલનો પ્રેમ છે. પ્રેમ તો આત્મા પર, આત્માના ગુણો પર કરવા જેવો છે. - રાજુલને સખીઓએ કહ્યું : અમે તો પહેલેથી જ કહ્યું હતું કે એ કાળા છે. કાળા ખતરનાક હોય, એની ખાતરી હમણાં થઈ ગઈ ને ? ચલો, હજુ કશું બગડ્યું નથી. બીજાની સાથે લગ્ન થઈ શકશે. આ સાંભળતાં જ રાજુલે સખીઓને ચૂપ કરી દીધી. હું એ વીતરાગી સાથે જ રાગ કરીશ. રાગીનો રાગ, રાગ વધારે. વીતરાગીનો રાગ, રાગ ઘટાડે. રાગ આગ છે. વિરાગ બાગ છે. રાગ બાળ – વિરાગ અજવાળે. રાજુલે વિરાગનો માર્ગ લીધો. પ્રભુ સાથે ગાઢ પ્રેમ બાંધશો તો સંસારના વ્યક્તિ અને વસ્તુનો પ્રેમ સ્વયમેવ ઘટી જશે, તુચ્છ લાગશે. ખરેખર તો એ તુચ્છ જ છે. મોહના કારણે એ આપણને સારો લાગે છે. જેમ જેમ પ્રભુ સાથે પ્રેમ વધતો જશે તેમ તેમ સંસારનો પ્રેમ ઘટતો જશે. પ્રભુ સાથે પ્રેમ કરવો એટલે પ્રભુના નામ, મૂર્તિ, ગુણ વગેરે પર પ્રેમ કરવો, પ્રભુના ચતુર્વિધ સંઘ, સાત ક્ષેત્ર પર પ્રેમ રાખવો, પ્રભુના પરિવાર રૂપ સમગ્ર જીવરાશિ પર પ્રેમ રાખવો. પ્રભુ-પ્રેમીના પ્રેમનો વ્યાપ એટલો વધે કે એમાં સમગ્ર બ્રહ્માંડને સમાવી લે. કોઈ બકાત ન રહે. સત્રે નવી ન દંતવ્વા.... પરિયાવેલ્થી....' આ ભગવાનની આજ્ઞા છે. પ્રભુપ્રેમીને પ્રભુ-આજ્ઞા ન ગમે એવું બને ? પૂર્ણિમાના ચન્દ્રને જોઈને સાગર ઉલસે તેમ પ્રભુ-ભક્ત પ્રભુને જોઈને ઉલ્લસે. શરદપૂર્ણિમાના દિવસે દરિયો જોયો છે? ચન્દ્રને મળવા જાણે એ વાંભ-વાંભ ઉછળે છે. ભક્ત પણ પ્રભુને મળવા તલસે છે. ૧૨ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy