SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા યોગનું માત્ર નામ અસંગ છે, પણ ખરેખર તો પ્રભુનો પ્રેમ જ છે. અસંગ તો માત્ર પુગલથી કરવાનો છે. “પ્રભુ ! અમારા શત-શત પુણ્યથી અરૂપી હોવા છતાં આપ રૂપ (મૂર્તિ) ધારણ કરીને આવ્યા છો.” આ પ્રેમના ઉદગાર છે. હમણા જિજ્ઞાસુ સાધક મેજીસ્ટ્રેટ આવ્યા. પ્રકૃતિનો નિયમ છે જેને જે જોઈતું હોય તે મેળવી જ આપે. ન મળે તો સાધનામાં કચાશ સમજવી. સાધના માટે કોઈ માર્ગદર્શન ન હોય તો પ્રભુ સ્વયં આવીને માર્ગદર્શક બને છે. તેમણે કહ્યું: હું મુસ્લીમ છું. મારા ધર્મ પ્રમાણે નિરંજન નિરાકારનું ધ્યાન ધરું છું, પણ પકડાતું નથી. મન થોડી ક્ષણમાં છટકી જાય છે. “ઉપાય બતાવું ? આપણે સંસારી રૂપી છીએ, અરૂપી નિરંજનને શી રીતે પકડી શકીએ ? માટે આપણે સાકાર-રૂપીપ્રભુને પકડીને પ્રારંભ કરવો જોઈએ.' તેણે તે વાત સ્વીકારી. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો ફોટો પણ સ્વીકાર્યો. “અક્ષયપદ દીયે પ્રેમ જે, પ્રભુનું તે અનુભવરૂપ રે; અક્ષરસ્વર ગોચર નહિ, એ તો અકલ અમાપ અરૂપ રે...' - યશોવિ. મ. આ અસંગ યોગનું વર્ણન છે. આ પુસ્તકનો સ્વાધ્યાય એક સંજીવની રૂપ મારા માટે બન્યો છે. સંજીવની મૃતપ્રાયઃ બનેલા આત્માને જીવંત બનાવી ફૂર્તિ અને ચેતના આપે છે. તેમ આ પુસ્તકના ત્રણ જ દિવસના સ્વાધ્યાયે મૃતપ્રાયઃ બનેલા મારા ભાવ પ્રાણોને ચેતનવંત બનાવી સ્વાધ્યાય માટે સક્ષમ બનાવ્યા છે. • સા. હર્ષોલાશી રાધનપુર ૧૫૮ * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy