SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વહાલો થઈ પડતો. મારૂં પ્રથમ સગપણ ૧૫ વર્ષની ઉંમરે થઈ ગયેલું, પણ મારું કદ નાનું હોવાથી તેમજ એમને પણ બીજો મુરતીયો મળી ગયો હોવાથી એ સગપણ એમણે તોડી નાંખ્યું. (પ્રથમ સગપણ કુદરતી રીતે તૂટી ગયેલું. એમાં પણ ખરેખર કુદરતી - સંકેત હોય છે. પ્રથમ સગપણવાળા સાથે પરણીને હેરાન જ થયા છે - બિમાર રહેવાથી.), હૈદ્રાબાદથી ૧૯૯૬માં ફલોદી પાછો આવ્યો. મિશ્રીમલજી (પૂ. કમળ વિ.)ના પિતા લક્ષ્મીલાલજીએ મારી પ્રશંસા સાંભળેલી હશે. આથી મારા મામા (માણેકચંદજી) મારફત મિશ્રીમલજીની પુત્રી રતનબેન સાથે મારા લગ્ન ૧૫-૧૬ વર્ષની ઉંમરે થયા. મહા માસમાં (વિ.સં. ૧૯૯૬) લગ્ન થયા અને વૈશાખ માસમાં મારા મામા ગુજરી ગયા. આમ હૈદ્રાબાદનો સંબંધ પૂરો થયો. છેલ્લે છેલ્લે એમને (મામાને) સંગના કારણે સટ્ટાનો રંગ લાગેલો. હૈદ્રાબાદમાં લતામાં રહેતા કોઈ કુટુંબોમાંથી એકનો પણ વંશવારસો ચાલ્યો નથી. કોણ જાણે નિઝામના રાજ્યમાં પૈસા જ કોઈ એવા આવ્યા હશે. હૈદ્રાબાદમાં વાંચનનો રસ હતો. કલકત્તાથી ‘જિનવાણી” છાપું મંગાવતો. જો કે તે દિગંબર છાપું હતું, પણ તેમાં કહાની (કથા) વાંચવાની મને મજા આવતી. કાશીનાથ શાસ્ત્રીના કથા પુસ્તકો પણ ઘણા વાંચેલા છે. ચરિત્ર વાંચીને હું વિચારતો કે ક્યારે આવું જીવન જીવીશ ? ( વિજય શેઠ વિજયા શેઠાણી જેવું પવિત્ર જીવન કેમ ન જીવાય ? ૧૯૯૮માં એક વરસ ફલોદીમાં દલાલીનો ધંધો શરૂ કર્યો. નાનપણથી ધાર્મિકવૃત્તિ હતી. બાળપણમાં પ્રભાવનાની લાલચે ને ત્યાર પછી સં ગીત તથા ભક્તિરસની લાલચે પૂજામાં જતો. ગામમાં કોઈ પણ
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy