SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિજીએ ૪થી દષ્ટિમાં સમાપત્તિનું વર્ણન કર્યું છે. આત્મશુદ્ધિ રોકનાર કર્મપ્રકૃતિ છે. એને હટાવો તો આત્મશુદ્ધિ પાસે જ છે. કર્મગ્રંથ ભણતાં કર્મપ્રકૃતિઓ ગણીએ છીએ, પણ હટાવતા નથી. કર્મપ્રકૃતિઓ માત્ર ગણવાની નથી, હટાવવાની પણ છે. આપણે ક્રોધ - માન - માયા આદિને અકબંધ રાખીને કર્મ – પ્રકૃતિઓ માત્ર ગણ્યા કરીએ છીએ ! ધ્યાન વિના સમાપત્તિ ન થાય. સમાપત્તિ ધ્યાનનું ફળ છે. પ્રશ્ન : મરુદેવીને સમાપત્તિ શી રીતે આવી ? તિર્યંચાદિ પણ સમ્યક્ત પામે છે, તેમને સમાપત્તિ ક્યાંથી આવી ? ઉત્તર : કરણોની પ્રાપ્તિ બે રીતે થાય : જ્ઞાનપૂર્વક અને સહજતાથી. કરણ અને ભવન. થઈ જાય તે ભવન. કરવું પડે તે કરણ. નિસ ટૂ ધમાર્ વા , નિસર્ગથી થાય તે ભવન. અધિગમથી થાય તે કરણ. કરણમાં પ્રયત્ન છે. ભવનમાં સહજતા છે. માનવ મરીને માછલું થયો. ત્યાં સમ્યક્ત થયું. જાતિસ્મરણથી પૂર્વભવના દુકૃતો બદલ પશ્ચાત્તાપ થયો. આ ભવન છે. સંસ્કાર પાડો તે જન્માંતરમાં પણ સાથે આવે. કોઈ વાત, વાચના કે વ્યાખ્યાનમાં વારંવાર કરું તો સમજજો કે એના માટે સંસ્કાર પાડવા છે. સમાપત્તિ કોને નથી ? T.V. જોનાર, વેપાર કરનાર, છાપા વાંચનાર - વગેરેમાં પણ સમાપત્તિ છે. જે વિષયમાં રસ હોય ત્યાં સમાપત્તિ આવે. પણ એ આર્તધ્યાનજન્ય છે. અશુભનો અભ્યાસ અનાદિકાળનો છે. શુભ માટેના સંસ્કારો ક્યારેય નથી પડ્યા. - યોગ કે ધ્યાન શિબિરોમાં – (વિપશ્યના શિબિરોમાં) માત્ર એકાગ્રતા પર ભાર મૂકવામાં આવે છે, નિર્મળતા પર ૧૨૬ = = = = = = = = = = = = = કહે * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy