SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસા સતત ચાલુ રહે છે. આથી ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી. માટે જ ચારિત્ર જરૂરી છે. પ્રભુના ૪ નિક્ષેપા એટલે પ્રભુના ૪ સ્વરૂપ ! પ્રભુના નામ - મૂર્તિ - દ્રવ્ય વગેરે તેમના જ રૂપો છે. આગમ, તીર્થ વગેરે પણ પ્રભુના જ રૂપો છે. ચતુર્વિધ સંઘ દ્રવ્ય તીર્થ છે. ભાવિ તીર્થકરો આમાંથી થાય છે. જિનાગમ ભાવતીર્થ છે. - જિનાગમ એટલે જિનાગમ પ્રમાણે જીવાતું જીવન ! કાગળ પર લખાયેલ શબ્દો કે બોલાયેલા આગમના શબ્દો એ તો દ્રવ્ય આગમ છે. ૧૧ ગણધરોને દ્વાદશાંગી બનાવવાની શક્તિ આપનાર કોણ ? જેઓ મિથ્યાત્વી - અભિમાની હતા, તેમને નમ્ર બનાવી, તીર્થના વારસદાર કોણે બનાવ્યા ? ભગવાને જ. આવા ગણધરો એમ માને કે, મેં મારા જ પુરુષાર્થથી દીક્ષા મેળવી, દ્વાદશાંગી બનાવી વગેરે ? નહિ, તેઓ તો ભગવાને જ બધું આપ્યું ને આપશે, એમ જ માનતા હતા. તેમણે ભગવાન પાસે પ્રાર્થના કરતાં કહ્યું : 'आरुग्ग बोहिलाभं समाहिवमुत्तमं दितु' ભગવદ્ ! અમને આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ પ્રકારની સમાધિ આપો.' ગુરુ પણ તમને પોતાના તરફથી ચારિત્રનું દાન નથી કરતા, ભગવાન તરફથી, પૂર્વાચાર્યો તરફથી આપે છે. તેઓ તો માત્ર પ્રતિનિધિ છે. માટે જ તે વખતે બોલાય છે : 'खमासमणाणं हत्थेणं' રસોઈયો કદી અભિમાન ન કરી શકે : મેં બધાને જમાડ્યા ! શેઠે જ જમાડ્યા એમ કહે. ગુરુ રસોઈઆ છે. શેઠ ભગવાન છે. ગુરુ શિષ્યને કહે : ભગવાનના પ્રભાવથી મને મળ્યું છે માટે તમે પણ ભગવાનની ભક્તિ કરજો. ગુરુ પોતાના નહિ, ભગવાનના ભક્ત બનાવે. ભગવાન સાથે જોડી આપે તે જ સાચા ગુરુ ! કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૧૨૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy