SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ફલોદીમાં ૧૯૮૦વૈશાખ સુદ ૨ના સાંજે પ્રાયઃ સવા પાંચ વાગે હું જમ્યો. ૩વર્ષનો હતો ત્યારે કોઈની સાથે જતાં હું ખોવાઈ ગયેલો. ઘણી શોધખોળને અંતે ઘરના પાછળના ભાગમાંથી હું મળ્યો. મારા બાપુજી આદિ ૩ ભાઈઓ હતા : પાબુદાન - અમરચંદ - લાલચંદ. પાબુદાન તે મારા બાપુજી . સ્વભાવના ભદ્રિક – સરળ પ્રકૃતિવાળા. અમરચંદ બહુ કડક - લાલચંદ પાકા જાગારી. જાગારી એટલા કે ઘરનો દરવાજો પણ વેંચી આવે. એક વખતે હું નાનો હતો ત્યારે આંગણામાં ખાટલા ઉપર સૂતો હતો. ત્યારે લાલચંદ મારા કાનનું ઘરેણું લઈને (ખેંચીને જમણો કાન તોડીને) ગયેલા. હમણા જમણા કાનમાં તે નિશાની દેખાય છે. (પૂજ્યશ્રીના ફોટામાં આ ચિહ્ન આપ જોઈ શકો છો.) મોટા પરિવારના કુટુંબમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા લોકો હોય છે. અમરચંદજી વ્યવસાય માટે મદ્રાસ ગયેલા. જ્યારે મારા પિતા પાબુદાન હૈદ્રાબાદ ગયેલા. મારા દાદીમાનું નામ શેરબાઈ. નામ તેવા જ ગુણ. શેર જેવી જ તેમની છાપ. ચોર પણ એમનાથી ધ્રુજે. આડોશી પાડોશીમાં કોઈ માંદું હોય તો દવા કરવા માટે સજ્જ. ઘરગ© ઔષધની પણ જાણકારી જબરી. | મારા મા ખમાબેન, ગોલેછા પરિવારના બાગમલના પુત્રી. પ્રકૃતિથી ખૂબ જ ભદ્રિક અને સરળ. મુક્તિચન્દ્રનાં બા ભમીબેન જેવાં જ. આકૃતિ અને પ્રકૃતિથી બરાબર મળતા આવે. એમને જોઉં ત્યારે મારી બા અવશ્ય યાદ આવે. અને મારા મામા આગર (નાગેશ્વર તીર્થ (M.P) પાસેનું ગામ)ના માણેકભાઈ જેવા આકૃતિ-પ્રકૃતિથી મળતા. દાદીમા અને માતા પાસેથી મને ધર્મ સંસ્કારો મળતા. છે મારું શરીર કોમળ હોવાથી નાનો હતો ત્યારે ગામમાં લોકો મને માખણીયો કહેતા. * ચુનાની ભઠ્ઠીમાં થતો આરંભ જોઈને આઠ વરસમાં વૈરાગ્યના સામાન્ય બી પડેલા. 13
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy