SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યારે પણ પ્રભુ આપણને - સંપૂર્ણ જગતને સત્ - ચિત્ - અને આનંદથી પરિપૂર્ણ માને છે. પોતાના જેવું જ સ્થાન બીજાને આપવું, એ રીતે જોવું એ પ્રેમની નિશાની નથી ? પોતાના જેવું જ ભોજન અપાય તો એના પર પ્રેમની જ નિશાની થઈ ને ? ભગવાન આપણા સર્વ પર પ્રેમની વર્ષા કરી રહ્યા છે. આ પ્રેમની અનુભૂતિ આપણા હૃદયમાં થવી જોઈએ. પ્રભુ પણ જેને પોતાના સાધર્મિક બંધુ ગણતા હોય એ છકાયના જીવો પ્રત્યે અજયણાપૂર્વક વર્તન થાય ? પ્રભુના પરિવારનું અપમાન શી રીતે થઈ શકે ? સમ્યગ્દર્શન આવતાં જ સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય દૃષ્ટિ આવે છે. જીવોની રક્ષામાં જ મારી રક્ષા છે, એમ સમજાય છે. આતમ સર્વ સમાન નિધાન મહા સુખકંદ; સિદ્ધતણા સાધર્મિક સત્તાએ ગુણવૃંદ. આ સમ્યક્વીના ઉદ્દગારો છે. પ્રભુએ જેને પ્યારા માન્યા તેને હું પ્યારા માનીને જીવન જીવું એ જ મુનિનું લક્ષ્ય હોય. જો આવું લક્ષ્ય ન હોય તો બધી દ્રવ્ય ક્રિયાઓ ગણાશે. પ્રાણ વગરના ફ્લેવર જેવી ! બીજ વાવ્યા વિનાની ખેડૂતની મહેનત જેવી ! (૨૩) “વિશ્વાચો જ પ્રમારિપુ: ' શત્રુ બહાર નથી, આપણી અંદર જ છે. 'खणं जाणाहि पंडिए' 'समयं गोयम मा पमायए' ભગવાનના આ બધા સૂત્રો પ્રમાદ ઉડાડવા માટેના જ 9. - અન્યદર્શનીઓ પણ કહે છે : 'प्रमाद एव मनुष्याणां शरीरस्थो महारिपुः ।' કહે ગક ગ . ગ ગ ગ ગ ગ ગ = ૯૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy