SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આજે સખેદ લખવું પડે છે કે ભારતીય જૈન સંઘમાં ભગવાનની જેમ પ્રતિષ્ઠિત થનાર પૂજ્ય આચાર્યશ્રી આજે આપણી વચ્ચે નથી. હમણા બે-ત્રણ દિવસ પહેલા જ સમાચાર આવ્યા છે કે પૂ.સા. સુવર્ણપ્રભાશ્રીજી (વર્તમાન પટ્ટધર પૂ. આચાર્યશ્રી વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા વિદ્વદ્વર્ય પૂ.પં.શ્રી કલ્પતરુવિજયજીના માતૃશ્રી, પૂ. બા મહારાજ) પણ ભરૂચમાં વૈ.સુ. ૧૩, શુક્રવાર, તા. ૨૪-૫-૨૦૦૨ની સાંજે ૪.૩૦ વાગે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં છે. - પૂજ્ય આચાર્યશ્રીના આધ્યાત્મિક ઉત્થાનમાં પૂ. બા મહારાજનું પણ મહત્ત્વપૂર્ણ યોગ-દાન રહ્યું છે. જો તેમણે દીક્ષા માટે રજા ન આપી હોત તો ? જીદ્દ કરીને બેસી ગયાં હોત તો ? અક્ષયરાજજી જે વિખ્યાત પૂ. કલાપૂર્ણસૂરિજી બની શક્યા તેમાં પૂ. બા મહારાજનું એટલું મહત્ત્વપૂર્ણ યોગ-દાન છે કે જે ભૂલી ન શકાય. છે પૂ. આચાર્યશ્રીના સ્વર્ગવાસ પછી માત્ર ૯૮ દિવસ પછી પૂ. બા મહારાજનું સ્વર્ગ-ગમન ખૂબ જ ખેદ-જનક ઘટના છે, પરંતુ “કાળ' પાસે આપણે સૌ લાચાર છીએ. આપણે માત્ર આટલી જ કામના કરી શકીએ : ‘દિવંગતોના આત્મા જ્યાં હોય ત્યાં પરમપદની સાધના કરતા રહે અને આપણા સૌ પર આશીર્વાદની વૃષ્ટિ કરતા રહે.' - આ પુસ્તક શી રીતે વાંચશો ? કોઈ નવલકથા કે વાર્તાનું આ પુસ્તક નથી, આ તો પરમ યોગીની અમૃત-વાણીનું પુસ્તક છે. (૧) આને વાંચવાની પ્રથમ શરત આ છે કે સ્વ. પૂજ્ય આચાર્યશ્રી પ્રત્યે હૃદયપૂર્વકનું બહુમાન જોઈએ : જેમની ચેતનાએ પરમ ચૈતન્ય (પરમાત્મા)ની સાથે અનુસંધાન કર્યું છે, એવા સિદ્ધયોગીની દિવ્ય વાણી હું વાંચી રહ્યો છું. મારું કેટલું પુણ્ય કે આવી વાણી વાંચવાનું મન થયું ? ભગવાનની કૃપા વિના આ કાળમાં આવું સાહિત્ય વાંચવાનું મન પણ ક્યાં થાય ? | હમણા ચાર દિવસ પહેલાં કર્મઠ સેવાભાવી કુમારપાલ વી. શાહ વર્ષામેડી ગામમાં મળ્યા. એમણે કહ્યું : મહારાજ !
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy