SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અનુરૂપ માર્ગદર્શન મળે તો ઝડપી વિકાસ શક્ય બને. ગુરુ મજબૂત શરીરવાળા પાસેથી તપ કરાવે. નબળા શરીરવાળો દેખાદેખીથી તેમ કરવા જાય તો અટકાવે. આ ગુરુ જ કરી શકે. પોતાને અનુરૂપ કરવાથી શિષ્ય પણ ઉત્સાહિત બનીને આરાધના કરી શકે છે, મોક્ષમાર્ગમાં આગળ વધવાની યોગ્યતા (વિનય-વિવેક-શ્રદ્ધા-સંયમમાં સ્થિરતા આદિ રૂપ) પ્રાપ્ત કરે છે. પ્રશ્ન : વળી નવી યોગ્યતા શા માટે જરૂરી ? દીક્ષા પહેલાં જ એ યોગ્યતા જોયેલી જ હતી ને ? ઉત્તર : રત્નમાં વિશિષ્ટ પાસા પાડવાથી ચમક આવે છે, તેમ શિષ્યમાં પણ આરાધનાની ચમક આવે છે. હીરો યોગ્ય હોવા છતાં પાસા પાડવામાં ન આવે, તો ચમક આવતી નથી. દીક્ષા લીધા પછી થોડો સમય અપ્રમાદ રહે, પરંતુ વળી પ્રમાદ આવે, ભણવામાં, તપ વગેરેમાં. એ પ્રમાદને દૂર કરનારા ગુરુ છે. નિદ્રા સિવાય નિંદા (વિકથા), વિષય-કષાય, મદ્યપાન આદિ પણ પ્રમાદ છે. એ પ્રમાદથી બચાવનારા ગુરુ છે. એમ કરનાર જ સફળ ગુરુ કહેવાય. ભદ્ર ઘોડાનું તો બધા દમન કરે પણ તોફાની ઘોડાનું પણ દમન કરે તે ખરો સારથિ. તોફાની-પ્રમાદી શિષ્યનું દમન કરે તે ખરા ગુરુ ! માતા-પિતાદિ કુટુંબને છોડીને આવનાર શિષ્યને જે યોગ્ય રીતે સંભાળે નહિ તે બહુ મોટો અપરાધી છે. દીક્ષા આપવામાં જે રીતે (રાત્રે બેસાડવા, મા-બાપને સમજાવવા, જલ્દી દીક્ષા અપાવવી, જલ્દી મુહૂર્ત કઢાવવું) ઉતાવળ કરવામાં આવે છે તે રીતે પછી પણ સંભાળવામાં આવે તો કોઈ ફરિયાદ ન રહે. ઉતાવળ તો એટલી કે દીક્ષા સાથે જ વડી દીક્ષાનું પણ મુહૂર્ત જોઈએ. પછી કોઈ સંભાળનારૂં ન હોય ત્યારે છેલ્લી ફરિયાદ અહીં આવે : આમનું શું કરવું ? અહીં કોઈ પાંજરાપોળ તો છે નહીં. શૈક્ષનું પરિપાલન યોગ્ય રીતે ન કરે તે પ્રવચનોમાં પ્રત્યેનીક (શત્રુ) કહેવાય. જૈનશાસનની અપભ્રાજના કરનાર શિષ્યમાં નિમિત્ત ગુરુ ૫૮ નં * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy