SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચતા રહેશે તો અવશ્ય એનું હૃદય ઝંકૃત બની ઊઠશે. પ્રભુ-કૃપા જેના પર ઉતરી હશે તેને જ આ ગ્રંથો વાંચવાનું મન થશે, એમ પણ કહી શકાય. અનેક માણસોએ મુંઝવણ વખતે માર્ગદર્શન આ 'પુસ્તકના માધ્યમથી મેળવ્યું છે. ઘણા લોકો તો મુંઝવણ વખતે બાર નવકાર ગણીને આ પુસ્તકને ખોલે છે. જે પેજ આવે તેને પ્રભુનો આદેશ સમજી તેમાંથી માર્ગદર્શન મેળવી લે છે. ઘણા આરાધકો આ જ પુસ્તક ફરી-ફરી વાંચે છે. કેટલાક સ્થળે સામાયિકમાં બેસીને એક જણ વાંચીને બોલે ને બીજા સાંભળે, એવું પણ બને છે. કેટલાક (સુનંદાબેન વોરા જેવા) પૂજ્યશ્રીના આ વાક્યોને પોતાના આવાજથી કેસેટમાં ઉતારી તે કેસેટોને અમેરિકા જેવા દેશોમાં વહેંચે છે. કેટલાક સામયિકો (નિખાલસ જેવા) તેમાંથી પસંદ કરેલા અમુક મુદ્દાઓને પોતાના સામયિકોમાં ટાંકે છે. કેટલાક લોકો એમાંથી સુવાક્યો ચૂંટીને પોતાની ડાયરીમાં ટપકાવે છે. કેટલાક બ્લેક બોર્ડ પર લખે છે. કેટલાક કેલેન્ડરોમાં પૂજ્યશ્રીના સુવાક્યો ટાંકે છે. તો કેટલાક આ ગ્રન્થને સામે રાખી તેના પર વ્યાખ્યાનો આપે છે. (ભુજઅંજારમાં આ રીતે વ્યાખ્યાનો અપાયા છે.) ક્યાંક આ પુસ્તકો પર પરીક્ષા પણ ગોઠવાય છે તો ક્યાંક આ પુસ્તકોના હિન્દીમાં અનુવાદ પણ થાય છે. આ પુસ્તકો પર આવેલા બધાના અભિપ્રાયો પ્રગટ કરવામાં આવે તો કદાચ આવો જ મોટો દળદાર ગ્રંથ બની હતી જાય. પુસ્તકની લોકપ્રિયતાના આથી વધુ બીજા કયા છે પ્રમાણો હોઈ શકે ? | પ્રાન્ત, પૂજયશ્રીની વાણી-ગંગા ચિરકાળ સુધી પૃથ્વીતલ પર વહેતી રહો અને લોકોના હૃદયને પાવન કરતી રહો, એ જ શુભ ભાવના સાથે... આરાધના ભવન - પં. મુક્તિચન્દ્રવિજય કચ્છમિત્ર પ્રેસ પાસે, - ગણિ મનિન્દ્રવિજય પો. ભુજ, જી. કચ્છ, વિ.સં. ૨૦૫૮, વિજયા દશમી પિન : ૩૭૦ ૦૦૧. (તા. ૧૫-૧૦-૨૦૦૨)
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy