SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અમને જો એકાસણા કરનાર ન દેખાયું હોત તો અમે અહીં એકાસણા ક્યાં કરવાના ? ચા પીવાની ટેવ ક્યાંથી છોડતા ? પૂ. કનકસૂરિજી મ.ની ભવ્ય પરંપરા મળી છે. તબિયત બગડી જાય તો એકાસણું છોડવા કરતાં તેઓશ્રી ગોમૂત્ર લેવું પસંદ કરતા. પૂ. કનકસૂરિજીએ અમને આ બધું વાચનાથી નહિ, જીવનથી શીખવાડ્યું છે. બોલ-બોલ કરવાની તો અમને આદત છે. ગુરુની સેવા એટલે માત્ર ગોચરી-પાણીની જ નહિ, આજ્ઞા-પાલનરૂપ સેવા જોઈએ. ગોચરી વખતે “વાપરું કે સંથારા વખતે “સંથારો કરું? એવી આજે પણ અમને આદત છે. આના પ્રભાવે ઘણી વખત કટોકટીમાં પણ માર્ગ મળ્યો છે. કઠિન પંક્તિઓ પણ બેસી ગઈ છે. પંડિત વ્રજલાલજી પાસે (વિ.સં. ૨૦૧૮) જામનગરમાં ન્યાયનો પાઠ ચાલે. પહેલા જ પાઠમાં એક પંક્તિમાં ગાડી અટકી પડી. પણ ગુરુકૃપાથી એ કઠિન પંક્તિ પણ બેસી ગઈ. (૧૨) તત્ત્વ વિજ્ઞાનનીયં ચ ' ગુરુ-સેવા કરીશ તો મને તેઓ પદ આપી દેશે, એવી આશાથી નહિ, પણ નિ:સ્પૃહભાવે સેવા કરવાની. સેવા કરતાં-કરતાં તત્ત્વ જિજ્ઞાસા ગુરુ સમક્ષ મૂકવી. આત્મા માત્ર સ્વ-સંવેદનથી જણાય અથવા કેવળી જાણી શકે, એવા આત્મતત્ત્વાદિ જાણવાની ઈચ્છા જાગવી એ પણ બહુ મોટી ઉપલબ્ધિ છે. - કર્મચક્રના બૂહનું ભેદન ધર્મચક્ર દ્વારા જ થઈ શકે. અર્જુન સિવાય કોઈ ચક્રવ્યુહ જાણતું નહોતું એની ખબર હતી દ્રોણને, આથી અર્જુનની ગેરહાજરીમાં એ બૃહ ગોઠવ્યું. હવે કોણ ભેદે એ વ્યુહને ? આખરે અભિમન્યુ તૈયાર થઈ ગયો : હું ભેદીને અંદર ઘુસી શકું છું, પણ બહાર નીકળવાની કળા નથી જાણતો. અભિમન્યુ આ કળા ગર્ભમાં શીખેલો. આ પરથી હું ઘણીવાર કહું : માતા બાળકને ગર્ભમાંથી સંસ્કાર આપી શકે. માતા પર સંતાનનો મોટો આધાર છે. | મારી માતા ખમા-ક્ષમાબેન ખૂબ જ ધાર્મિક વૃત્તિનાં ! કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૪૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy