SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં (ઈ.સ. ૧૯૩ર-૪૭) કરી છે એ એમણે ઠરાવ કર્યો ને પ્રવર્તમાન સંજોગોમાં કામ થઈ શકે એમ નથી એમ જાહેર કર્યું, તેથી ૧૩-૪-૪૪ના રેજ મ્યુનિસિપાલિટી ફરી બરતરફ થઈ, એના અમલદારને પણ બરતરફ કરાયા હતા. ઓગસ્ટની આઠમી તારીખે રવિશંકર મહારાજે ગુજરાત કોલેજના છાત્રાલયમાં એકઠા થયેલા વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા હાકલ કરી હતી. ૧૦ મી ઓગસ્ટે લૅ કૅલેજ સામેના મેદાનમાંથી ધ્વજવંદન બાદ ૨,૦૦૦ વિદ્યાર્થીઓએ અને ર૦૦ વિદ્યાર્થિનીઓએ રાષ્ટ્રધ્વજ સાથે સરઘસ કાઢ્યું. સરઘસ ગુજરાત કોલેજ નજીક પહોંચ્યું ત્યારે પિલીસે એમને અટકાવ્યું અને તેઓ ન વીખરાતાં લાઠીમાર કર્યો. એમનાથી કેટલાક વિનોદ કિનારીવાળા વગેરે ગુજરાત કોલેજના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા. પિલીસે ઉપર પથ્થરમારો થયો. પ્રિ. પટવર્ધન તથા પ્રો. ધીરુભાઈ વચ્ચે પડા ને ધીરુભાઈને લાઠીને ફટકો પડ્યો. વિનોદ કિનારીવાળા ધ્વજ સાથે આગળ હતું. એણે છાતી ખુલ્લી કરી પોલીસને પડકાર ફેંક્યો અને એ પોલીસની ગોળીથી વીંધાઈ ગયો ને શહીદ થયે. ૧૬ મી ઑગસ્ટના દિવસે રાષ્ટ્રિય વિદ્યાથી સંગ્રામ સમિતિ રમણિકલાલ શાહના પ્રમુખપણું નીચે રચાઈ. તેઓ લડતના સમાચાર આપતી ગુપ્ત “વિદ્યાથી પત્રિકા” બહાર પાડતા હતા. આ લેકે શાળા કેલેજો પર પિકેટિંગ ગોઠવીને હડતાલને અનુમોદન આપતા હતા. ૧૫-૯-૪ર ના રોજ “વિદ્યાથી–દિન'ની ઉજવણી કરાઈ ને ગુજરાત કોલેજ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવા. ટેલિફેનના તાર પણ કપાયા હતા અને થાંભલા પણું ઉખેડી નખાયા હતા. ૧૯૪૨ ના સપ્ટેમ્બરમાં સરસપુર વિસ્તારમાં પોસ્ટ ઓફિસને આગ લગાડી હતી અને તાર-ટેલિફોનનાં દેરડાં કાપી નખાયાં હતાં. સેન્ટ ઝેવિયર હાઈસ્કૂલ, સરકારી ગલ્સ હાઈસ્કૂલ, એચ. એલ. કોમર્સ કોલેજ, એલ. એ. શાહ લો લેજ વગેરે ઉપર હુમલા થયા હતા અને તેઓનું કામકાજ અટકાવી દેવાયું હતું. અમદાવાદના ૮૦,૦૦૦ વિદ્યાથીઓએ ૨૫૦ દિવસ લાંબી હડતાલ પાડી હતી વિદ્યાથીઓના ૧૬ આગેવાનોની ૨૭–૩–૧૯૪૩ ના રોજ ધરપકડ કરાઈ હતી. વિદ્યાથીઓએ “રાજકીય કેદી ફંડ ઉઘરાવ્યું હતું. કેટલાક વિદ્યાર્થી નેતાઓ વિદ્યાથી—લડતને ટેકે અને માર્ગદર્શન આપવા મુંબઈ વડોદરા ભરૂચ અને સુરત ગયા હતા. મહિલાઓ સરઘસ કાઢવા ઉપરાંત શહીદોનાં કુટુંબની દેખભાળ રાખવાનું તથા પત્રિકા છાપવાનું અને વહેંચવાનું કામ કરતી હતી. પોલીસના લાઠીમારમાં ૩૫ બહેનને ઈજા થઈ હતી અને ૨૬ બહેનેની ધરપકડ કરાઈ ને તેઓને કેદની સજા કરાઈ હતી.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy