SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કિ આઝાદી પહેલાં અને પછી જતાં એઓ નિષ્ક્રિય રહ્યાં હતાં. ભાવનગરે ૧૯૪૦માં ધારાસભા આપવાની જાહેરાત કરી હતી, પણ અમલ ૧૯૪૧ માં કર્યો હતો. બળવંતરાય મહેતા, અમૃતલાલ શેઠ, મણિભાઈ ત્રિવેદી, ઉછરંગરાય ઢેબર, લવણપ્રસાદ શાહ વગેરેએ દેશી રાજ્યના પ્રશ્નોમાં ખૂબ રસ લીધો હતો. મુંબઈ રાજ્યમાં કોંગ્રેસ પ્રધાનમંડળની રચના થતાં અગાઉ સત્યાગ્રહ દરમ્યાન અને ચૂંટણી ઢંઢેરામાં અપાયેલાં વચન સાકાર કરવા કે ગેસીઓ કટીબદ્ધ થયા હતા. બોરસદ બારડેલી તથા અન્યત્ર નાકરની લડત દરમ્યાન ખેડૂતોની જમીન હરાજ થઈ હતી. મુંબઈ ધારાસભાએ એક ઠરાવ કરી હરાજ થયેલી જમીને એના ખરીદનારાઓ પાસેથી સરકારી ખર્ચે વેચાતી લઈ મૂળ માલિકને પાછી સોંપી દેવી એમ નકકી કર્યું. આ કામમાં ઉત્તર વિભાગના કમિશનર ગેરેટે હરકત ઊભી કરી હતી છતાં ખેડા જિલ્લામાં કેટલીક જમીન ખરીદીને મૂળ માલિકને એ પરત કરી હતી. ૧૯૩૮ ના ઓકટોબરમાં સરકારે આવી જમીન પાછી લેવા કાયદો કર્યો હતો અને હાઈકોર્ટના ન્યાયધીશને નીમી એના દ્વારા એ જમીનની કિંમત નકકી કરાવી સરકારી ખર્ચે એ મૂળ માલિકોને સોંપી હતી. સરદારે ભૂતકાળમાં વચન આપેલ કે એમની જમીન એમનાં બારણાં ઠેકતી પાછી આવશે એ વચન આમ પળાયું હતું. ખેતમજૂરોની રોજનો દર નકકી કરી એમનું શેષણ પણ અટકાવ્યું હતું. ગ્રામવિસ્તારોમાં ૨,૦૦૦ થી વધારે વસ્તીવાળા ગામમાં ૧,૫૦૦ જેટલી ગ્રામપંચાયતો અસ્તિત્વમાં આવી હતી. રૂપિયા આઠથી નવ કરોડની આવક ગુમાવી દારૂબંધી દાખલ કરી હતી. પીઠાના માલિકોએ આ અંગે ઊહાપોહ કર્યો હતો, પણ એમને સમજાવી લેવાયા હતા, આથી દારૂની લતથી પાયમાલ થતાં ઘણાં કુંટુંબે, ખાસ કરીને કામદાર વર્ગનાં, અટકી ગયાં હતાં. ભંગી સફાઈ, કામદારની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. એમને રૂ. સાત જેટલું માસિક વેતન મળતું હતું. ક્યાંક ઘરાકી-પદ્ધતિને કારણે એમને થોડી રાહત રહેતી હશે, પણ એકંદરે ખૂબ જ ગરીબીમાં તેઓ જીવતા હતા. ભરૂચમાં રૂ.બે ના પગારવધારાને તથા કેટલીક સગવડો આપવા એમણે માગણી કરી હતી તે નકારાઈ હતી અને બરતરફી ધાકધમકી અને બહારના નવા કામદારે લાવી એમની હડતાલ તેડવા પ્રયાસ થયા હતા. ઠક્કરબાપાના પ્રયાસથી આ હડતાલને અંત આવ્યો હતો. આની અસર અન્યત્ર પણ પડી હતી. શહેરોમાં, ખાસ કરીને અમદાવાદના મિલમજૂરની ચાલીઓનાં, ભાડાં વધારવા મુંડા રોકી ભાડૂતને ત્રાસ અપાતો હતો. વસવાટ માટે અયોગ્ય મકાનમાં ગટર જાજરૂ નળ વગેરેની સગવડ ન હતી એમ છતાં મકાનમાલિકે મોંઘવારી વધી એ માટે વધારે ભાડું માગતા હતા અને
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy