SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૩ર-૪૭) 74243 79104 241221 gal }“After explosion, I want construction". જવાહરલાલને આનાથી સંતોષ થયો ન હતો અને ૧૯૩૬ ના લખનૌને કોંગ્રેસ અધિવેશનમાં એમની અને સરદારની વચ્ચે સખત શાબ્દિક યુદ્ધ ખેલાયું હતું. કોંગ્રેસ સમાજવાદી પક્ષ અને સામ્યવાદીઓ પણ ધારાસભા-પ્રવેશ વિરુદ્ધ હતા. ૧૯૩૬ માં અમદાવાદમાં યુવક સંમેલન મળ્યું હતું. ૧૯૩૫ માં ગવર્મેન્ટ ઍકટ પસાર થયે તે પ્રમાણે કેંદ્રમાં દ્વિમુખી શાસન અને પ્રાંતોમાં અમુક અપવાદરૂપ બાબત બાદ કરતાં સંપૂર્ણ સ્વશાસન મળતું હતું. ૧૯૩૬ માં કોંગ્રેસે ૧૯૩પ ના ઈન્ડિયા ઍકટને વખોડ્યો હતો, છતાં ૧૯૩૭ના ફેઝપુર અધિવેશનમાં નક્કી કર્યા મુજબ એણે ચૂંટણીમાં ભાગ લેવાનું સ્વીકાર્યું હતું, આથી એને ચૂંટણીની તૈયારી અને એ અંગેનું જાહેરનામું તૈયાર કરવાનું હતું. જાહેરનામામાં ખેડુતોની સ્થિતિ સુધારવા, ગણેત અને મહેસૂલના કાયદા કરવા, ખેતમજૂરોની રોજીને દર વધારવા, દારૂબંધી દાખલ કરવા વગેરે બાબતોને સમાવેશ કરાયો હતો. ચૂંટણીની કામગીરી પાર્લામેન્ટરી બોર્ડની રચના કરી સરદાર પટેલને સંપાઈ હતી. ઢંઢેરાના મુસદ્દામાં ઉપર્યુક્ત મુદ્દાઓ ઉપરાંત ખેતી ઉદ્યોગ શિક્ષણ અને મધ્યમ વર્ગ વગેરે સર્વને વિકાસ અને પ્રગતિ માટે માગણીઓ જયપ્રકાશ, આચાર્ય નરેદ્રદેવ વગેરેના સહકારથી નહેરુજીની લાક્ષણિક ભાષામાં રજૂ થઈ હતી. ૧૯૩૭ની ચૂંટણીમાં મુંબઈ સહિત છ પ્રાંતમાં મોટી બહુમતી મળવા છતાં સત્તાને સ્વીકાર કર્યો ન હતો. બંધારણમાં રાખવામાં આવેલી સલામતી અને ગવર્નર-જનરલ અને પ્રાંતના ગવર્નરોને આપવામાં આવેલી વિશેષ સત્તાઓને કારણે આ સુધારા ફારસ જેવા લાગ્યા હતા, તેથી ગાંધીજીએ સૂચવ્યું કે ૧૯૩પ ના બંધારણ પ્રમાણે આપેલી ખાસ સત્તાઓ અને હકકો ગવર્નર વાપરે નહિ અને પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તવાની એઓ ગેરન્ટી–બાંહેધરી આપે તો કેંગ્રેસે પ્રધાનપદ સ્વીકારવું જોઈએ. ગવર્નરો. બંધારણની વિરુદ્ધ આવી ખાત આપી શકે એમ ન હતું. તેથી મડાગાંઠ ઊભી થઈ અને મુંબઈ પ્રાંતમાં કૂપર-પ્રધાનમંડળ લઘુમતી પક્ષનું રચાયું. એમાં જમનાદાસ મહેતા નાણાપ્રધાન તરીકે જોડાયા હતા. વાઇસરોય અને હિંદી વજીરે સ્પષ્ટ જાહેરાત કરી કે કેંગ્રેસ જે જાતને ભય સેવે છે તે પાયા વિનાને છે. ગવર્નર કઈ પ્રધાનની નીતિમાં અને કામકાજમાં દખલ કરવાના પ્રસંગ શોધવાના નથી ગવર્નરોને જે ખાસ સત્તાઓ આપી છે તેનું ક્ષેત્ર બહુ મર્યાદિત છે, પણ એઓ હંમેશાં પિતાના પ્રધાનોને સાથ મેળવવાની કાળજી રાખશે. આ જાહેરાતને બાંહેધરી સમાન ગણ ૭ મી જુલાઈ, ૧૮૩૭ના રોજ કેગ્રેસ વર્કિંગ કમિટીએ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy