SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પક આઝાદી પહેલાં અને પછી પગલાં લીધાં. આ વખતના સિતમને બટ્રાન્ડ રસેલે નાઝી પક્ષના જુલ્મ સાથે સરખાવ્યું હતું.૧ અમદાવાદમાં કોંગ્રેસ ભવનને જાન્યુઆરીમાં સીલ મારવામાં આવ્યાં, સરકારે ૫-૧-૩૨ ના રોજ ગૂજરાત વિદ્યાપીઠ, એનું પુસ્તકાલય અને નવજીવન પ્રેસ જપ્ત કર્યા. મગનભાઈ દેસાઈ તથા જેઠાલાલ ગાંધીએ એને વિરોધ કરતાં એમની ધરપકડ કરી અને જેલ અને દંડની એમને સજા કરી. દસક્રોઈમાં ભવાનીશંકર મહેતાની આગેવાની નીચે નાકરની લડત પૂરજોશમાં હતી. મગનભાઈ મેઘજીભાઈ કોરડિયા ધંધુકા-ધોળકા સંગ્રામ સમિતિના સરમુખત્યાર હતા, તેમને દેઢ વરસની સજા કરવામાં આવી હતી. વિદ્યાગૌરી બળવંતરાય કાનૂગા પિકેટિંગ એસેસિયેશનનાં પ્રમુખ હતાં. ગુજરાત પ્રાંતિક સમિતિનાં પ્રમુખ લીલાવતી દેસાઈની ધરપકડ થતાં એમનું સ્થાન વિદ્યાગૌરીએ લીધું હતું. એસોસિયેશનનાં મંત્રી વસુમતી રામપ્રસાદ હતાં. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની એક બેઠક ગાંધીજીની ગેરહાજરીમાં પંડિત માલવિયાજીના પ્રમુખપણું નીચે દિલ્હીમાં ૨૪-૪-૧૯૩૨ ના રોજ મળવાની હતી, પણ એમની ધરપકડ થતાં અમદાવાદના રણછોડલાલ અમૃતલાલ શેઠે પ્રમુખપદ સંભાળ્યું હતું, સમિતિના સભ્યોની ધરપકડ કરાઈ ને કેદની સજા કરાઈ હતી, સાતમી ગુજરાત રાજકીય પ્રાંતિક પરિષદ મારૂતિસિંહ ઠાકરના પ્રમુખપણું નીચે મળી હતી. ગુજરાતના બધા ભાગમાંથી સ્વયંસેવક આવ્યા હતા. રર-૭-૧૯૩૨ ના રોજ નવીનતરાય ખારોડ, પ્રભુદાસ પટવારી અને ફૂલસિંહજી ડાભીની આગેવાની નીચે ગુજરાતભરમાંથી આવેલા સ્વયંસેવકે એ ગુજરાત કોંગ્રેસ સમિતિની કચેરીને કબજે લેવા હલે કર્યો હતો, આગેવાને પિકી ફૂલસિંહજીને અને પ્રભુદાસ પટવારીને છ માસની સજા થઈ હતી. પટવારી અમદાવાદ સંગ્રામસમિતિનું સંચાલન પણ સંભાળતા હતા. ખેડા જિલ્લામાં ૪–૧–૩ર ના રોજ ગાંધીજી અને સરદારની ધરપકડના વિરોધમાં પેટલાદની શાળાના વિદ્યાથીઓએ હડતાલ પાડી હતી. દરબાર ગોપાલદાસને બોરસદમાંથી અને રવિશંકર મહારાજને બચાસણમાંથી પકડવામાં આવ્યા હતા. એમને બે માસની સજા કરાઈ હતી. જેલમાંથી મુક્ત થયા બાદ રવિશંકર મહારાજને મહેમદાવાદની હદ ન છોડવા અને દરરોજ પોલીસમાં હાજરી પુરાવવા જણાવ્યું હતું. આ હુકમના ભંગ બદલ એમને નવ માસની જેલ ને રૂ. ૫૦ દંડ કરાય હતા. અબ્બાસ તૈયબજીની ધરપકડ કરી એમને સાબરમતી જેલમાં બે માસ અટકાયતમાં રાખ્યા હતા. એમના ખેડા જિલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો હતા. પેટલાદમાં ૧૮-૧-૧૯૩૨ ના રોજ પ્રભાતફેરીના સરઘસ ઉપર અને
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy