SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ આઝાદી પહેલાં અને પછી સરકારે પ્રસ્તુત પ્રશ્ન પર અમદાવાદ સુધરાઈને બરતરફ કરી (તા. ૮-૨-૧૯૨૨), તે સુધરાઈએ પ્રાથમિક કેળવણી સરકાર હસ્તક ચાલી ન જાય એ માટે એક પ્રજાકીય પ્રાથમિક કેળવણી મંડળની સ્થાપના કરી અને પંદર દિવસમાં જ ૩૩ જેટલી નવી અલગ શાળાઓ ખોલી અને વાર્ષિક પરીક્ષાઓ પણ લીધી. પાછળથી શાળાઓની સંખ્યા ૪ર ની થઈ અને એમાં ૮,૪૦૦ જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. બીજી બાજુએ સરકારે નીમેલી સમિતિની પ૭ શાળાઓમાં ૧૬૦૦ થી ૧,૭૦૦ જેટલા કુલ વિદ્યાર્થી હતા. છેવટે સરકાર સુધરાઈ સામે હારીને થાકી ગઈ. રાજકીય વાતાવરણ બદલાતાં અમદાવાદ સુધરાઈને ફરી પાછી અસ્તિત્વમાં આણી (તા. ૨૧૯૨૪). આમ છતાં નવી સુધરાઈએ કેળવણી મંડળની શાળાઓ ચાલુ રાખી અને દેઢ લાખ રૂપિયાની નિભાવ અનુદાન-સહાય આપી. સુધરાઈ સાથે સમાધાન કરવાના શુભ ઇરાદાથી મુંબઈ સરકારના કેળવણું ખાતાના નિયામક મિ. લેરીએ સંનિષ્ઠ પ્રયાસો કર્યા. એમણે જાતે અમદાવાદ આવી સમાધાન કર્યું. પરિણામે કેળવણી મંડળની બધી શાળા બંધ કરાઈ. શિક્ષકોની કરી તેમ પગાર અને રજાઓ સંબંધમાં પણ સુખદ ઉકેલ લવાયો. એમ છતાં સરકારના પરાજિત થયેલા કેળવણ ખાતાએ એક નવે મુદ્દો ઊભો કર્યો. અમદાવાદ સુધરાઈએ જ્યારથી (તા. ૧-૩–૧૯ર૧ થી) સરકારી કેળવણી ખાતાને પરીક્ષા અને નિરીક્ષણને અંકુશ ન સ્વીકારવાનો ઠરાવ કર્યો ત્યારથી શરૂ કરીને સરકારે સુધરાઈ શાળાઓને કબજો લીધે ત્યાં સુધીના (તા. ૧૭-૧૨૧૯૨૧ સુધીના) સમય દરમ્યાન સુધરાઈએ પિતાના ભંડોળમાંથી કેળવણી મંડળને આપેલી અનુદાન રકમને બેટ અને ગેરઉપયોગ કર્યાનો આક્ષેપ કરી રૂ. ૧,૬૮,૬૦૦ ની રકમ અસહકારને ઠરાવ કરનારા ૧૯ સુધરાઈ સભાસદ પાસેથી વસૂલ લેવા અદાલતમાં દા માંડ્યો, પણ સુધરાઈએ પ્રાથમિક શાળાઓ ચલાવી શિક્ષણ આપવાનું જે કાર્ય કર્યું છે તે એના અધિકારક્ષેત્ર બહારનું ઠરતું નથી અને કરેલે ખર્ચ એ નાણને દુરુપયેગ છે એમ ન કહેવાય એ ચુકા દે અદાલતે સરકાર વિરુદ્ધ આપે. સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી, પણ એમાં પણ એ હારી ગઈ. નડિયાદ નડિયાદ સુધરાઈએ અમદાવાદ સુધરાઈ કરતાં પણ વહેલી લડત શરૂ કરી હતી (તા. ૧-૧૦-૧૯૨૦). પિતાના હસ્તકની પ્રાથમિક શાળાઓને અસહકારી કરી નાખવા લેકમત કેળવ્ય. સરદાર વલ્લભભાઈએ અસહકાર કરવાનાં જોખમે અને જવાબદારીઓને ખ્યાલ આપા માર્ગદર્શન આપ્યું. ખેડા જિલ્લાના કલેકટરે
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy