SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી નેતાઓની ગેરહાજરીમાં બારડોલીની જેમ ચરોતરના રાસ ગામના લેકેએ પણ સ્થાનિક નાનામોટા નેતાઓનાં પ્રેત્સાહન અને પ્રેરણાથી તથા આપસૂઝથી નાકરની લડત આપી હતી એમાં પ્રજાએ મહેસૂલ ન ભર્યું, સરકારી કર્મચારીઓ અને અમલદારોને બહિષ્કાર કર્યો અને જરૂર પડતાં ગામમાંથી હિજરત પણ કરી હતી. આ સ્વયંભૂ લડતે દિલ્હી સરકારનું જ નહિ, પણ ઇંગ્લેન્ડમાં પણ અગ્રણી નેતાઓનું ધ્યાન ખેંચ્યું હતું અને આમસભા(હાઉસ ઓફ કેન્સમાં)માં એ અંગે પ્રશ્નોત્તરી પણ થઈ હતી.૭૦ વિરમગામ-ધોલેરા સત્યાગ્રહ ૧૯૩૦ના મીઠા-સત્યાગ્રહની લડતમાં ભાગ લેવા સૌરાષ્ટ્રના જુવાને સજજ થઈ હુકમની આતુરતાપૂર્વક રાહ જોતા હતા, આથી ગુજરાત પ્રાંતિક સમિતિએ વિરમગામ અને ધોલેરાના બે મરચા ખેલ્યા. મણિલાલ કઠારીએ વીરમગામને મોરચે અને અમૃતલાલ શેઠે ધોલેરાને મેરો સંભાળ્યો. વિરમગામના સત્યાગ્રહ માટેની છાવણ વઢવાણ કેમ્પમાં નખાઈ હતી. મણિલાલ કોઠારી, ફૂલચંદભાઈ શાહ વગેરેની આગેવાની નીચે ભાવનગર જોરાવરનગર વઢવાણ અને અન્ય વિસ્તારોમાંથી આવેલા સ્વયંસેવકોએ સત્યાગ્રહ કર્યો. આરંભમાં પિલીસે નેતાઓને પકડીને છોડી દેવાની નીતિ અપનાવી, પણ પાંચેક દિવસ બાદ માર મારવાની અને મીઠું ઝૂંટવી લેવાની નીતિ અપનાવી. વિરમગામ ઉપરાંત પાટડી, નળકાંઠાની શાહપુરની ખાડી, ખારાધોડા જેવાં સ્થળોએ સત્યાગ્રહી ચળવળ કરવામાં આવી. વિરમગામમાં પિલીસે અત્યાચાર કર્યા હતા.9 જેના પ્રત્યે ગાંધીજીએ વાઈસરોયનું ધ્યાન ખેંચ્યું હતું. મહાદેવભાઈ અને નાનાભાઈ ભટ્ટે આ અત્યાચારની તપાસ કરી જણાવ્યું હતું કે શાહપુરમાં કરવામાં આવેલે જુલ્મ ધરાસણા-સત્યાગ્રહ કરતાં ઓછો ન હતો. વિરમગામ-સત્યાગ્રહ દસ મહિના (૧૯૩૦ના એપ્રિલથી ૧૯૩૧ ના જાન્યુઆરી સુધી ચાલ્યો હતે. ધોલેરા-સત્યાગ્રહમાં અમદાવાદ જિલ્લાના કાર્યકરો ઉપરાંત સૌરાષ્ટ્રના કાર્યકરો હતા, જેમાં અમૃતલાલ શેઠ, બળવંતરાય મહેતા, મેહનલાલ મહેતા, રસિકલાલ પરીખ, ઝવેરચંદ મેઘાણી વગેરેએ મહત્વને આગળ પડતો ભાગ ભજવ્યા હતા. ધોલેરા ઉપરાંત બરવાળા ધંધુકા રાણપુર વગેરેના નાગરિકો પણ આ સત્યાગ્રહમાં સામેલ થયા હતા. સરકારે જપ્તી દંડ લાઠીમાર અને જેલની સજાઓ કરી સત્યાગ્રહ કચડી નાખવા પ્રયાસ કર્યા. સત્યાગ્રહનાં સ્થળોએ અંગ્રેજ અધિકારીઓ અને એમના મદદનીશોએ સત્યાગ્રહીઓ પર જુલ્મ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy