SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં ૩૫. સાહેબ, ડે. સુમંત મહેતા તથા કુ. મણિબહેન પટેલ, શ્રીમતી ભક્તિલક્ષી દેસાઈ વગેરે આવ્યાં અને સભાઓમાં હાજરી આપતાં, લડત—ગીતે તૈયાર કરતાં અને લેકેમાં ઉત્સાહ જગાડતાં. સરકારે મહેસૂલ વસૂલાત માટે જલદ પગલાં લીધાં. રાનીપરજ જેવી ગરીબ જાતિને પણ ગભરાવવા-ડરાવવા પ્રયાસ કર્યા, પણ બધા અણનમ અને અડગ રહ્યા. કેટલાકે ઢીલા પડી જઈ મહેસૂલ ભર્યું તે એમને માટે સમાજમાં રહેવું ભારે થઈ પડયું અને પ્રાયશ્ચિત્ત રૂપે સત્યાગ્રહ-ફંડમાં નાણાં ભરવાં પડ્યાં. પિતાની જમીન ખાલસા થતી વખતે, પિતાના ઢોરની જપ્તી કે હરરાજી થતી વખતે તેમજ દિવસોના દિવસો સુધી ઢોરઢાંખર સાથે ઘરની અંદર પુરાઈ રહેવા જેવી બાબતમાં લેકેનાં સહનશક્તિ ટેક અને જુસ્સો દેખાઈ આવતાં હતાં. મીઠુબહેન પિટીટ, ભક્તિલક્ષમી, શારદાબહેન જેવાં સ્ત્રી કાર્યકર્તાઓએ સ્ત્રી–વર્ગને શૂરાતન ચડાવી પિતાની સાહસ અને પરાક્રમવૃત્તિ દેખાડી આપવા કરેલા પ્રયાસ મહત્વપૂર્ણ બની રહ્યા. સરકારે ખેડૂતો પર ત્રાસ ગુજારવા પઠાણેને પણ રોકયા હતા. સરકારનાં આવાં પગલાઓની અસર મુંબઈ ધારાસભામાં ચૂંટાયેલા સભ્યો પર પડી. એમણે પિતાનાં રાજીનામાં આપ્યાં. એ પછી પટેલ-તલાટીઓએ રાજીનામાં આપ્યાં, આથી આખા તાલુકાનું કામ અશક્ય બની રંભે પડ્યું. આ લડતે ખેતમજૂરો, ગણેતિયાઓ અને જમીન–માલિકે, રાનીપરજ તથા ઉજળિયાત અને હિંદુ મુસલમાનોને એક કર્યા હતા. આ લડતની અસર ગુજરાત બહાર પણ પડી. પૂણેમાં ખાસ સભા યોજાઈ અને સત્યાગ્રહીઓની સફળતા ઈચ્છવામાં આવી. આંદોલન વખતે ઘણા કાર્યકર્તાઓ જેલમાં ગયા, જેમાં જેલમાં જનાર પ્રથમ રવિશંકર મહારાજ હતા. આમાં લડત દરમ્યાન જેલમાં ગયેલાઓમાંથી કોઈએ માફી માગી છૂટવાનું સ્વીકાર્યું ન હતું. લડત આખા ગુજરાતની બની ગઈ હતી. દાનને પ્રવાહ વહેતો થયો હતો. વિષ્ટિકારો અને વિનીત પક્ષના સભ્યએ પણ સમાધાન માટે રસ લીધે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા' સિવાયનાં ઘણાંખરાં છાપાં તટસ્થ અને મૌન હતાં. ‘પાયોનિયર’ અને ‘સ્ટેટ્સમૅને લેકેની માગણને ન્યાયયુક્ત ગણાવી ટેકે આપ્યો હતો. સુરતની જિલ્લા પરિષદમાં પ્રમુખસ્થાને રહેલા હૈદરાબાદના જ્યરામદાસે સૂચવ્યા પ્રમાણે ૧૨ મી જુનને દિવસ “બારડોલી દિન' તરીકે ઊજવવામાં આવ્યું. સરકારે યુક્તિ-પ્રયુક્તિઓ ઘણું અજમાવી જોઈ, પણ એમાં નિષ્ફળતા મળી. બારડેલીમાં લશ્કર મોકલવાની પણ તૈયારી સરકારે રાખી હતી. એ વખતે ગાંધીજીએ લેકેને સંભવિત ગોળીબાર સામે સહનશીલતા ત્યાગ અને બલિદાનની ફરી કસોટી લીધી હતી. વડી
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy