SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં પણ પાછો આપે. આમ આ લડતમાં પ્રજાને વિજય થયો.પ૩ મહાદેવભાઈ દેસાઈએ આ સત્યાગ્રહને “ક્ષિપ્ર વિજયી” સત્યાગ્રહ તરીકે ઓળખાવ્યો હતો. બારડેલી સત્યાગ્રહ (૧૯૨૮) બારડેલી સત્યાગ્રહને પ્રસંગ આપોઆપ જ ઊભું થયું. ગાંધીજીએ ૧૯૨૧ ની સવિનય કાનૂનભંગની દેશવ્યાપી ચળવળ ચલાવી ત્યારે બારડોલીમાં ૧૯૨૨ માં નાકરની લડત ચાલુ કરવાને પિતાને ઈરાદો હોવાને પત્ર એમણે વાઈસયને લખ્યું હતું (તા. ૧-૨-૧૯૨૨).૫૪ ગાંધીજીએ ગુજરાતમાં બારડોલી પર જ કેમ પસંદગી ઉતારી એ બાબતમાં એવું જણાય છે કે સામુદાયિક સવિનય ભંગને પ્રથમ પ્રયોગ એમને પોતાની નજર હેઠળ જ કરવો હતો. બારડોલી તાલુકામાં દક્ષિણ આફ્રિકાથી પાછા આવેલા એવા ઘણા માણસ હતા, જેમણે ગાંધીજીએ ત્યાં ચલાવેલી સત્યાગ્રહની લડત જોઈ હતી અને ગાંધીજીની રીતિ એમને પરિચિત હતી, તેથી આખો દેશ એમને આ પ્રયોગ જુએ અને લોકેમાં એ રીતે શક્તિ અને ઉત્સાહ પ્રેરાય એવી એમની ઈચ્છા હતી, પરંતુ ચૌરીએરાની બનેલી કરુણ ઘટનાથી અને મુંબઈમાં થયેલાં તેફાનને કારણે બારડોલીમાં મળેલી કારોબારી સમિતિએ સામુદાયિક સવિનય ભંગ મોકૂફ રાખવાનું ઠરાવતાં બારડોલીમાં આ ચળવળ બંધ રાખવામાં આવી હતી, પરંતુ તાલુકાના જુદા જુદા ભાગોમાં થાણું નાખીને ઘણું કસાયેલા સેવક રહેલા હતા, જેમણે ૧૯૨૮ માં જમીનમહેસલ-વધારાના પ્રશ્નમાં સરકારને પડકાર આપવાની તક ઝડપી લીધી. મુંબઈ ઇલાકામાં દર ત્રીસ વર્ષે ખેડૂતોની આર્થિક સ્થિતિની તપાસ કરી જમીન–મહેસૂલની આકારણીમાં સુધારો કરવાની રીત પ્રચલિત હતી. તાલુકાની આકારણી છેલ્લે ૧૮૯૬માં થઈ હતી. ૧૯ર ૬ માં ગુજરાતમાં કેટલાક તાલુકાઓમાં જમીન-મહેસૂલની આકારણી નિયમ મુજબ કરી નવી જમાબંધી ફરી કરવાને સમય આવ્યે. બારડેલી તાલુકામાં આ કામ સુરતના બિન–અનુભવી ડેપ્યુટી કલેકટર શ્રી જયકર, જે સેટલમેન્ટ ઑફિસર હતા, તેમણે કર્યું. એના અહેવાલમાં ૩૦ ટકા વધારે સૂચવાયે હતો. એ અહેવાલ મુંબઈ સરકારમાં મોકલતાં પહેલાં સેટલમેન્ટ કમિશનર ઍન્ડર્સન પાસે મોકલાયો. ઍન્ડર્સને આખા અહેવાલની સખત ઝાટકણી કાઢી, ગણતને પાયામાં રાખી નવું જ ધોરણ અપનાવ્યું. સાત વર્ષના ગણતને એક વર્ષનું ગણોત ગણી જ્યાં માત્ર ૧૫ ટકા જેટલી જમીન ગણાતે અપાતી હતી ત્યાં અડધોઅડધ જમીન ગણેતે અપાય છે એમ ગણી ફેર–આકારણું કરી.૫૫ સરકારમાં આવા બે અહેવાલ ગયા.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy