SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આઝાદી પહેલાં અને પછી . ખેડા સત્યાગ્રહ (૧૯૧૮) ખેડા જિલ્લામાં ૧૯૧૭માં અતિવૃષ્ટિના કારણે પાક નાશ પામ્યા હતા, ઉંદરોને પણ ઉપદ્રવ ભારે હતા, આથી દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ. જિલ્લાના પાટીદારો, કઠલાલ ગામના મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ વગેરેએ પિતાનાં અને આસપાસના ગામેની તપાસ કરાવી તે ચાર આની કરતાં પણ ઓછો પાક થયે હેવાનું જણાયું, આથી એમણે સરદાર વલ્લભભાઈનું ધ્યાન ખેંચ્યું અને મુંબઈ ધારાસભાના ધારાસભ્ય વિઠ્ઠલભાઈ પટેલ તથા ગોકળદાસ કહાનદાસ મારફતે જમીન–મહેસૂલ માફ કરાવવા પ્રયાસ કર્યા, જે સફળ ન થયા. સરકારી નિયમ પ્રમાણે જ્યાં ચાર આની કરતાં પાક એ છે થયે હેાય ત્યાં એ વરસે જમીનમહેસૂલ માફ કરવાનું હતું, પણ સરકારી અધિકારીઓએ તલાટીઓને ધાકધમકી આપી પાકની આનાવારીના આંકડા ચાર આની ઉપર કરાવ્યા, આથી આખા જિલ્લામાં ભારે અસંતોષ વ્યાપે. કલેકટર પાસે રજૂઆત થતાં જમીન-મહેસૂલ-વસૂલાતમાં ઉદાર રહેવા વચન આપ્યું. પણ અમલ બજવણી કડક ભાષામાં કાઢી. કેટલાક ગામોનું મહેસૂલ બંધ રાખવાના સરકારે કરેલા હુકમ મામલતદારોએ દબાવી રાખ્યા. ગાંધીજી આ સમયે ગુજરાત સભાના પ્રમુખ હતા. સભાના મંત્રીઓ કૃષ્ણલાલ દેસાઈ અને દાદાસાહેબ માવળંકરે આ બાબતમાં કમિશનર અને ગવર્નરને અરજી કરી હતી, પણ અમલદારો એમનાં દેર દમામ અને સખતાઈમાં કડક હતા. ગાંધીજીને ચંપારણમાં ખબર અપાતાં એમણે ખેડા આવી સરદાર વલ્લભભાઈ મારફતે તપાસ કરાવી અને પૂરી ખાતરી થતાં એમણે સરકાર અને પ્રજાકીય ગૃહસ્થમંડળના બનેલા પંચની માગણી કરી. અનેક પત્ર લખ્યા અને પછી પૂરતી ચર્ચાવિચારણા કર્યા બાદ સત્યાગ્રહ કરવાનો નિર્ણય લીધે (માર્ચ, ૧૯૧૮). પ્રજાને લડાઈ માટે તૈયાર રહેવા, દંડ થાય, જમીને ખાલસા થાય, કેદ થાય કે ઘરની ચીજવસ્તુઓ લઈ જવામાં આવે તે એ બધાં કષ્ટ મૂંગે મોઢે સહન કરી લેવા જણાવવામાં આવ્યું. જમીન-મહેસૂલ ન ભરવાની પ્રતિજ્ઞા એક ખેડૂતોએ લીધી અને વલ્લભભાઈએ ગામે ગામ ફરીને લેકેને પિતાની ટેકને વળગી રહેવા સમજાવ્યું. પ્રચાર કરવામાં અને લેકે જુસ્સે ટકાવવામાં અનસૂયાબહેન, ઈદુલાલ યાજ્ઞિક અને મહાદેવભાઈ દેસાઈને પણ સમાવેશ થતો હતે.૪૯ સરકારે જમીન-મહેસલ-વસૂલાત માટે જપ્તીઓ શરૂ કરી. લેકે ખૂબ જુસ્સાવાળા અને હિંમતવાળા હતા. સરકારી પગલાં આરંભમાં નરમ હતાં,
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy