SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આઝાદી પહેલાં અને પછી સ્વતંત્ર પ્રકાશનમ"દિરની સ્થાપના પણ કરવામાં આવી (૧૯૨૬). ત્યાં નવી પ્રાથમિક અને માધ્યમિક શાળા પણ સ્થાપવામાં આવી ૩૭ ૉંગ્રેસના ૧૯૨૦ માં નાગપુર ખાતે મળેલા અધિવેશનમાં થયેલા ઠરાવેામાં રાષ્ટ્રિય કેળવણીના પશુ ઠરાવ હતા. ગાંધીજીએ આ ઠરાવ દ્વારા દેશના નવજુવાનને કરેલી હાલના જવાબ ઉત્સાહભર્યા મળ્યા. દેશમાં ઠેર ઠેર રાષ્ટ્રિય વિદ્યાપીઠા, રાષ્ટ્રિય મહાવિદ્યાલયો અને તમામ કક્ષાની રાષ્ટ્રિય શાળાએ સ્થાપવામાં આવ્યાં. ગાંધીજીએ કલકત્તા અને બિહાર જઈ રાષ્ટ્રિય મહાવિદ્યાલયેા વિધિસર ખુલ્લાં મૂકવાં. બિહાર વિદ્યાપીઠની સ્થાપના કરી. આમ ૧૯૨૧ ના આરંભના ચાર મહિનાથી આછા સમયમાં અલીગઢની રાષ્ટ્રિય મુસ્લિમ વિદ્યાપીઠ, ગૂજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, બંગાળ રાષ્ટ્રિય વિદ્યાપીઠ, ટિળક મહારાષ્ટ્ર વિદ્યાપીઠ તેમજ બધાં ધારણા ધરાવતી હજારો વિદ્યાથી આવાળી અનેક શાળા શરૂ થઈ.૩૮ આવા રાજકીય વાતાવરણમાં ગુજરાતમાં પ્રજાને રાષ્ટ્રિય કેળવણો કેમ આપી શકાય એ પરત્વે પશુ વિચાર થવા લાગ્યા હતા. નિડયાદમાં મળેલી ગુજરાત રાજકીય મ`ડળની બેઠકમાં સરદાર વલ્લભભાઈની દરખાસ્તથી રાષ્ટ્રિય કેળવણી આપે તેવી શાળાએ મહાપાઠશાળાએ ઉદ્યોગશાળાએ ઉશાળાએ તેમજ આયુર્વેદિક શાળાઓ સ્થાપવાની અને એ બધી સંસ્થાઓને સમન્વય કરવા માટે ‘ગૂજરાત વિદ્યાપીઠ (યુનિવર્સિટી)' સ્થાપવાની જરૂર જણાવવામાં આવી,૩૯ ગૂજરાત વિદ્ય:પીઠની સ્થાપના ૧૯૨૦(ઍકટાબર)માં થઈ અને ગુજરાત મહાવિદ્યાલયની સ્થાપના બીજા મહિને થઈ. ૧૯૨૨ ના જૂનના અરસામાં રાષ્ટ્રિય 'કેળવણીનુ' કામ દેશના બીજા પ્રાંતે કરતાં સંગીત પ્રકારે થયું હતું. મહાવિદ્યાલયમાં ૨૫૦ વિદ્યાથી તાલીમ લેતા હતા. ગુજરાતમાં સ્થપાયેલાં વિનયમ દિશ તથા કુમારમંદિરમાં વિદ્યાથી આની કુલ સ`ખ્યા ૩૭,૦૦૦ હતી. વિદ્યાપીઠના પુરાતત્ત્વમાઁદિરના તથા મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં ૭૫,૦૦૦ ઉપરાંત પુસ્તક હતાં. વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે સરદારશ્રીએ દસ લાખ રૂપિયાની ટહેલ નાખી. ફાળા ઉઘરાવવામાં મણિલાલ કેાઠારીએ ભારે જહેમત ઉડાવી, જેમને રાષ્ટ્રભિક્ષુ'નુ બિરુદ અપાયું. ફાળાની એકત્ર થયેલી રકમમાંથી ગૂજરાત વિદ્યાપીઠ'નું મકાન બાઁધાયું. ૪૦ વિદ્યાપીઠના સ્નાતકા અને વિનીતાને બીજી ક્રાઈ પણ સરકારમાન્ય યુનિવર્સિટીઓના ગ્રૅજ્યુએટા તથા મૅટ્રિકયુલેટા બરાબર ગણવા માટે સરદાર વલ્લભભાઈ જ્યારે અમદાવાદ સુધરાઈના પ્રમુખ બન્યા ત્યારે ૧૯૨૪ ના ઑગસ્ટ પહેલાં ઠરાવ કરાવ્યા હતા.૪૧
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy