SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ર આઝાદી પહેલાં અને પછી આરસજડિત નાના ઓટલા સ્વરૂપના મંચ ઉપર ફરતી લાકડાની વેદિકા કરેલી છે અને તેમાં સંમુખથી પ્રવેશવાની જગ્યા રાખી છે. ટેબાની પશ્ચિમ વેદિકાને આવરી લેતી લગભગ બે ફૂટ (૬૦ સે.મી.) અને ત્રણ ફૂટ (૯૦ સે.મી.) જેટલી ઊંચી પીઠિકા કરેલી છે. આ મંચ પર બાકીનાં બે પડખાંઓમાં બબ્બે ખુરશીઓ મૂકેલી છે. પ્રાર્થનાના દિવસો, તહેવારો તેમજ વિશિષ્ટ પ્રસંગોએ તરતમાંથી બાઈબલ બહાર આણું તેને પવિત્ર પીઠિકા પર પધરાવી તેનું વાચન કરવામાં આવે છે. ડાબી બાજુની ખુરશી હર્ઝન (ધર્મગુરુ) માટે છે, જ્યારે તેમની સામેની ખુરશીઓ પર વધુ રકમની ઉછામણી બેલી બાઈબલ વાંચવાની સેવા મેળવનાર વ્યક્તિ અથવા લગ્નનાં ઉમેદવાર વરકન્યા બેસે છે. પ્રાર્થનાખંડનાં બે પડખાંમાં પુરૂષને બેસવાના બાંકડા ગોઠવેલા છે. આ ખંડમાં વાયવ્ય ખૂણામાં સુન્નત માટે વાપરવાની બે વિશિષ્ટ ખુરશીઓ છે. પ્રાર્થનાખંડમાં પશ્ચિમની એખાલવાળી દીવાલ સિવાયની ત્રણે બાજુએ વીથિકાએ કરેલી છે, જેના પર સીડી દ્વારા જવાય છે. વીથિકાઓમાં બેઠકે ગોઠવીને સ્ત્રીઓ માટે અલાયદી બેઠક-વ્યવસ્થા કરવામાં આવી છે. એનાલની ઉપરના ભાગમાં મેનેરા ચિઠ્ઠનની ભવ્ય આકૃતિ કંડારી છે, જ્યારે ખંડની છતોમાં સિન નામનાં પણ તારકચિનની આકૃતિઓ અને ક્યાંક ક્યાંક મેનોરાની આકૃતિઓનાં સુશોભને પણ દૃષ્ટિગોચર થાય છે. આ ઇમારત ઊર્વદર્શનમાં તેની રવેશની છત ટેકવતા ઊંચા ભવ્ય ગથિક પ્રકારના બે સ્તંભ વડે તેમજ એપાલની પછીતવાળા ભાગને પ્રક્ષેપરૂપે બહાર કાઢી તેના ઉપર કરેલ વિશિષ્ટ પ્રકારના વિતાન વડે ખાસ ધ્યાન ખેંચે છે. (આ) નાગરિક સ્થાપત્ય આ કાલ દરમ્યાન નાગરિક સ્થાપત્યને ક્ષેત્રે નગરનિયોજન અને મકાનબાંધકામની બાબતમાં ભારે પરિવર્તન આવ્યાં. અર્વાચીન સ્થાપત્યને વ્યાપક વિસ્તાર થયો અને અનેક નવીન પ્રવૃત્તિઓ તેમ જ પ્રક્રિયાઓ પાંગરી. ૨૦મી સદીના આરંભથી ટેકનોલોજીને વિકાસ થતાં સ્થાપત્યક્ષેત્રે ઇજનેરી કલાને પ્રવેશ થયો. બીજી બાજુ આ ગાળામાં સંખ્યાબંધ તાલીમ પામેલા શિક્ષિત સ્થપતિએની વ્યાપક સેવાઓ ઉપલબ્ધ થઈ. તેમણે દેશવિદેશની વિવિધ સ્થાપત્યશેલીઓ પ્રયોજી. આથી ગુજરાતમાં આ ક્ષેત્રે નવા ઉન્મેષ વ્યક્ત થવા લાગ્યા. ૨૦મી સદીના પ્રારંભથી સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને શહેરો અને નગરોમાં નવી ઢબનાં મકાન થવા લાગ્યાં. એમાં પદાર્થ અને પદ્ધતિ પરત્વે સ્ટીલનાં એકઠાં અને જૈક આર્ક પદ્ધતિએ ધાબાં કરવાની શૈલી પ્રજાવી શરૂ થઈ. નવા પદાર્થ તરીકે સિમેન્ટના પ્રયોગને સ્વીકાર થયો. જોકે શરૂઆતમાં તે ધાબાં
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy