SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ આઝાદી પહેલાં અને પછી અમદાવાદનું જૈન મર્ચન્ટ સોસાયટીમાંનું શાંતિનાથનું (સં. ૧૯૮૮), પેટલાદનું લીમડી શેરીનું કલ્યાણ પાર્શ્વનાથજીનું (સં. ૧૮૮૯), વાપીનું અજિતનાથનું (સં. ૧૯૮૧), કદંબગિરિનું ડુંગર પરનું નેમિનાથનું (સં. ૧૯૯૪), ઈડરનું કિલ્લા પરનું શાંતિનાથનું (સં. ૧૯૯૪), શત્રુંજય પરનું પનાલાલ બાબુએ કરાવેલું મહાવીરસ્વામીનું (૧૯૯૫), પાલિતણામાં તળેટીમાંનું ઋષભનાથજીનું (સં. ૧૯૯૯), સેરિસા તીર્થનું પાર્શ્વનાથજીનું નવસર્જન પામેલું દેરાસર (સં. ૨૦૦૨) વગેરે દૃષ્ટાંતરૂપ ગણાવી શકાય. બીજા નેધપાત્ર જૈન સ્થાપત્યમાં વડવા(તા. ખંભાત)નું શ્રીમદ્ રાજચંદ્ર ગુરુમંદિર છે (ઈ. સ. ૧૯૧૬), અગાસને સનાતન જૈનધર્મ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ૩૮ (ઈ. સ. ૧૯૪૦) તેમજ મુનિ ત્રિલોકચંદ્રને ઉત્કંઠેશ્વર પાસે યોગાશ્રમ (ઈ.સ. ૧૯૪૧) વગેરેને ઉલ્લેખ કરી શકાય. ઇસ્લામી સ્થાપત્યને ક્ષેત્રે આ કાલ દરમ્યાન અનેક પ્રાચીન મસ્જિદોને જીર્ણોદ્ધાર થયે, જ્યારે કેટલીક મરિજોએ સુધારાવધારા પામી નવીન સ્વરૂપ પણ ધારણ કર્યું. પાટણમાં અન્જમન-ઈ-ઇસ્લામે જીર્ણોદ્ધાર કરાવેલ એકમિનારી મજિદ° (ઈ. સ. ૧૯રપ-ર૬) અને વિજાપુરમાં બંધાયેલી વહેરવાડમાંની મસ્જિદ8૧ (ઈ. સ. ૧૯૫૩) આના દૃષ્ટાંતરૂપ છે. નવી બંધાયેલી મસ્જિદમાં અમદાવાદમાં જમાલપુરમાંની મેમનાવાડની શિયા–બારા-ઇમામિયા સમુદાય માટેની મજિદકર (ઈ. સ. ૧૯૩૩) ઉલ્લેખનીય છે. આ સમયે કેટલાક ઓલિયા અને પીરોની કબર પર દરગાહે રચાઈ. ભરૂચમાં ચૂના બજારમાં ગઝની મસ્જિદ પાસે આવેલી અલાશાહ અલુ–કાદરી અજિલાનીની દરગાહ૩ (ઈસ. ૧૯૧૭–૧૮) તેમજ ખંભાતમાં ઈ. સ. ૧૯૨૩માં બંધાયેલ પીર મલાઈ અબ્દુલ્લા સાહેબને કબ૪૪ (જુઓ પ૨૩, આ. ૫૧) સ્થાપત્યની દૃષ્ટિએ ઉલ્લેખનીય દરગાહ છે. આ કાલની મજિદ તેમજ દરગાહની સ્થાપત્યકીય રચના ગુજરાતની મુઘલ કાલથી ચાલી આવતી શૈલીને અનુસરતી જણાય છે. આણંદમાં ૧૯૨૪-૨૫ માં મૌલવી ગુલામ નબીએ સુન્ની વહેરાઓ માટે મસ્જિદ, યતીમખાનું અને મદરેસા કરાવ્યા હતાં.૪૪ અ આ સમયે કેટલીક નવી પારસી અગિયારીઓ(અગ્નિ મંદિર) બંધાઈ. કેટલીક અગિયારીઓને “આતશે દાદગાહ’માંથી “આતશે આદરાન' નામે જાહેર સ્વરૂપની અગિયારીમાં વિકાસ થયે. અમદાવાદની કાંકરિયાની પારસી કેલેની નજીકની શેઠ અરદેશર ડોસાભાઈ વાડિયાજીએ ૧૯૨૫ માં બંધાવેલી અગિયારી વાડિયાજી આદરાનને નામે અને શહેરમાં ખમાસા ગેટ પાસે આવેલી સને ૧૯૩૩ ની સાલની “વકીલ અજુમન આદરાને ઉલ્લેખનીય છે.૪૫ આંતરિક રચના પર બધી અગિયારીઓ સમાન હોય છે આથી અહીં દૃષ્ટાંતરૂપે ખમાસા ગેટવાળી
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy