________________
૪૫૦
આઝાદી પહેલાં અને પછી કિરણ સંગીત વિદ્યાલય
૧૯૫૮ માં અમદાવાદમાં શ્રી નવીનભાઈ શાહે કિરણ સંગીત વિદ્યાલય શરૂ કર્યું. કંચ અને વાદન બનેની તાલીમ લઈ શ્રી શાહ ગાંધર્વ પદ્ધતિએ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. ૨૦ રંગમંડળ અને સંગીત નૃત્ય નિકેતન
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આરોગ્ય, વ્યાયામ અને સાંકારિક પ્રવૃત્તિ કરતી એલિસબ્રિજ આરોગ્ય સમિતિની સ્થાપના ૧૯૩૬ માં થઈ. ૧ આ સંસ્થાના ઉપક્રમે રંગમંડળ અને સંગીત નૃત્ય નિકેતન અનુક્રમે નાટકની અને નૃત્ય–ગરબાની સંસ્થાઓ હતી. ૧૯૪૦-૪૧ થી નૃત્ય(બેલે) તૈયાર કરાવવામાં આવતાં, જેમાં પૂજાનૃત્ય, નયનનૃત્ય અને મદારી નૃત્યને સમાવેશ થાય છે. ૧૯૪૦-૪૧માં અમદાવાદમાં આવેલ પૂર પર આધારિત પ્રલયનૃત્ય, બંગાળના દુષ્કાળ પર આધારિત નૃત્ય, અમદાવાદના કોમી હુલ્લડ પર આધારિત નૃત્ય રજૂ થયાં હતાં. પ્રીતમનગરના ચોતરા પાસે સ્ટેજ બાંધીને રાસ-ગરબા સંગીત નૃત્ય અને નાટકના પ્રવેગ આ બે સંસ્થાઓ દ્વારા થતા. સંગીતના જલસા કરતી સંસ્થાઓ
અમદાવાદમાં કેટલીક સંસ્થાઓ દેશના નામાંકિત સંગીતકારોના જલસાઓ ગોઠવતી. આ સંસ્થાઓમાં ફ્રેન્ડઝ મ્યુઝિક સર્કલ, આર્ટ સર્કલ, ગુજરાત સંગીત મંડળ, સંગીત નિકેતન, કુમાર કલબ તથા આલાપ વગેરે મુખ્ય હતી. રૂપક સંઘ
આ સંસ્થા ઠાકર્સ હાઈસ્કૂલમાં શરૂ થઈ અને સ્વ. ધનંજય ઠાકર તેનું સંચાલન કરતા. વર્ષ દરમ્યાન ત્રણ કાર્યક્રમો યોજવા ઉપરાંત નાટક નૃત્ય સંગીત વેશભૂષા અને પ્રકાશ આયોજન ઉપર વ્યાખ્યાન જતાં. આ સંસ્થામાં મણિપુરી નૃત્યના વર્ગ ચાલતા હતા, ગુજરાત કલાસંઘ ચિત્રશાળા
ચિત્રકલાનું ગુજરાતમાં અવતરણ કરાવનાર આદગુરુ શ્રી રવિશંકર રાવળે ૧૯૩૪ માં ગુજરાત કલાસંધ ચિત્રશાળાની સ્થાપના કરી.૨૩ એઓએ પિતાનું કૌશલ્ય ખુલા દિલે વિદ્યાર્થીઓને આપ્યું છે. ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા
વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ૧૯૫૦ માં ફાઈન આર્ટસ ફેકલ્ટી શરૂ કરવામાં આવી. ૨૪ અહીં શિલ્પ ચિત્ર લીથોગ્રાફી કાંસ્યકામ પોટરી અને સીમિકસ, છબિલા, સુથારી કલા વગેરે શીખવવામાં આવે છે. એમ.એ. અને