SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ લલિતકલાઓને લગતી સંસ્થાઓ આ સમયગાળા દરમ્યાન ગુજરાતમાં સંગીત નૃત્ય નાટય ચિત્રકલા વગેરે લલિતકલાઓને લગતી અનેક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી, જેમાંની કેટલીક ગણનાપાત્ર સંસ્થાઓને ટૂંક પરિચય કરીએ. સંગીત વિદ્યાલય (ગૂજરાત વિદ્યાપીઠ) ૧૯૩૩ માં શ્રી અરે સાહેબના સઘન પ્રયત્નોથી વિદ્યાપીઠના આશય નીચે છ વર્ષના અભ્યાસક્રમવાળું સંગીત વિદ્યાલય શરૂ થયું. રાષ્ટ્રિય સંગીત મંડળ ૧૯રરમાં ડે. હરિપ્રસાદ દેસાઈના પ્રમુખપદે શ્રી અરે સાહેબે અમદાવાદના ખાડિયા-સારંગપુર વિસ્તારમાં રાષ્ટ્રિય સંગીત મંડળ' સ્થાપ્યું. આ સંસ્થાના ઉપક્રમે વારંવાર સંગીત જલસા જાતા. જલસામાં દિવસ દરમ્યાન સમયને અનુરૂપ રાગ ગવાતા કે વગાડાતા અને વિવિધ રાગોને પરિચય અપાતો. ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ ૧૯૩૧ માં પંડિત દિગંબર પલુસ્કરજીનું અવસાન થતાં એમનું અધૂરું રહેલું કાર્ય આગળ ધપાવવા શ્રી અરે સાહેબે પલુસ્કરજીના શિષ્યોને ભેગા કર્યા અને અમદાવાદમાં ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ સ્થાપ્યું. સંગીતને બહોળા પ્રચાર કરવો તે આ મંડળને ઉદ્દેશ હતા, ગાંધર્વ મહાવિદ્યાલય સંગીત શિક્ષણ માટે શ્રી અરે સાહેબે ગાંધર્વ મહાવિદ્યાલયની શરૂઆત કરી. દીનબંધુ એન્ડ્રૂઝના અતિથિપદે, શ્રી બ. ક. ઠાકરના હસ્તે ગુજરાત કોલેજની સામેના મકાનમાં ૧૯૩૫ માં આ સંગીત વિદ્યાલયનું ઉદ્દઘાટન થયું.' બીજે વર્ષે આ સંસ્થા દાળિયા બિલ્ડિંગમાં ખસેડાઈ. શહેરમાં પ્રથમ વાર સામાન્ય જનતાને સંગીત શીખવવાના વ્યવસ્થિત વગ શરૂ થયા. ચાર વર્ષના કંઠેશ્ય અને વાદ્યના અભ્યાસને અંતે વિશારદનો પદવી અપાતી. દર વર્ષે સંગીતના જાહેર જલસા જાતા, દર રવિવારે વિકટોરિયા ગાર્ડનમાં ગાયન-વાદનને કાર્યક્રમ રજૂ થતું. અસંખ્ય લેકે આ સંગીત સાંભળવા એકઠા થતા. ૧૯૫૧ માં આ સંસ્થા સરકાર-માન્ય થઈ અને કંઠય અને વાદ્યમાં ૧૦ વર્ષ સુધીના અભ્યાસક્રમો સાથે તે આજે પણ કાર્યરત છે."
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy