SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ આઝાદી પહેલાં અને પછી અનસૂયા સુતરિયા, પ્રાણસુખ નાયક, ચીનુભાઈ સેાજના, અરવિંદ પાઠક, પ્રભાબહેન પાઠક, કલા શાહ, બાબુ પટેલ, કૈલાસ પંડયા ઇત્યાદિને ગણાવી શકાય, રંગમ`ડળ અને નટમ`ડળ ઉપરાંત અમદાવાદમાં દર્શન, રૂપકસંધ, રાષ્ટ્રિય નાટય સંધ, લેાકનાટચ સંધ, સેવાળ સંસ્કાર વિભાગ, અખબારી સ્વાત ંત્ર્ય સમિતિ, ગુજરાત કાલેજ, એચ. એલ. કામસ` કૅાલેજ, એલ. ડી. આર્ટ્સ કૅલેજ, રામાનંદ મહાવિદ્યાલય (હ. કા. કૅાલેજ) ઇત્યાદિ સંસ્થાએ પણ નાટકા રજૂ કરીને અવેતન રંગભૂમિના તખતા જીવંત રાખ્યા, વડાદરાની અવેતન નાટય પ્રવૃત્તિમાં મ. સ. યુનિવર્સિટીના નાટવિભાગને ફાળા તેાંધપાત્ર છે. આ પ્રવૃત્તિને વેગ આપવામાં સ`શ્રી ચંદ્રવદન મહેતા, હંસાખેહન મહેતા, રમણલાલ વસંતલાલ દેસાઈ, જશવંત ઠાકર, માંડ ભટ્ટ, ઊર્મિલા ભટ્ટ ઇત્યાદિનું પ્રદાન નેોંધપાત્ર છે. વડાદરાની અવેતન નાટયપ્રવૃત્તિ ‘કલાકે‘દ્ર’ અને ‘ત્રિવેણી’ સંસ્થાએ અનેક શિષ્ટ નાટકો ભજવોને પ્રાની સાહિત્યિક રુચિ ઘડવામાં ફાળા આપ્યા છે. આ સમયગાળાની ગુજરાતની અવેતન નાટયપ્રવૃત્તિમાં સુરતનુ* પ્રદાન નોંધપાત્ર છે. અવેતન નાટયપ્રયોગ સુરતમાં સૌપ્રથમ ૧૯૧૫ માં અમરસત્ર' દ્વારા થયા હતા, જેની બધી ટિકિટા ખપી ગઈ હતી. આ નાટક વિખ્યાત દેશ-ભકત ગે પાલકૃષ્ણ ગાખલેનું સ્મારકંડ એકત્રિત કરવા માટે ભજવાયુ* હતું અને એમાં સર્વ શ્રી નટવરલાલ માળવી, મેાતીરામ ક્લાલ, ડૉ. ચિમનલાલ દલાલ, રમણલાલ તારમાસ્તર, કૃષ્ણલાલ કાજી, ઈશ્વરલાલ વીમ વાળા ઇત્યાદિએ અભિનય કર્યા હતા. સને ૧૯૧૯ પછી યુવક સંધની પ્રવૃત્તિઓ શરૂ થઈ અને એમ. ટી. ખી, કૅાલેજમાં શ્રી જયાતીન્દ્ર દવેનું ‘વિષપાન' નાટક ભજવાયું. સમય જતાં વિદ્યાર્થી સંધની પ્રવૃત્તિમાં ‘કલાક્ષેત્ર'ના જન્મ થયા. કલાક્ષેત્રના કલાકારોએ શરૂઆતમાં પરાકાષ્ઠા’ દુષ્કાળ' અને ‘આમ્રપાલી' જેવી નૃત્યનાટિકાઓ ભજવી અને એ પછી ત્રિઅંકી નાટકા ભજવવાની શરૂઆત કરી. આ સંસ્થા દ્વારા મેધેરા મહેમાન' મનુની માસી' ‘ભાડૂતી પતિ' ‘ઘરના દીવા’ ‘વૈભવના અંગાર’ ‘સાના વાટકડી' શેતરજનાં પ્યાદાં' ‘મનની માયા' ‘એલામાંથી ચૂલામાં' ‘આવતી કાલ' ‘હાથીના દાંત' ‘મેાગરા કે ગુલાબ' ‘આપઘાત' ઇત્યાદિ નાટકો ભજવ્યાં. કલાક્ષેત્રની સાથે સાથે ‘કલાનિકેતન' નામની સંસ્થા શરૂ થઈ હતી, જેના ઉપક્રમે કેટલાંક નાટક ભજવાયાં હતાં, જેમાં ‘છેારું–કછેારુ” ઘરની રાણી’ ‘એક હતા ડેાસેા' નાટકા ઉલ્લેખપાત્ર છે. સને ૧૯૩૫ માં ગુજરતી નાટય શતાબ્દીની ઉજવણીમાંથી ‘રાષ્ટ્રિય કલાકેદ્રને જન્મ થયા, જેણે ‘હું ઊભેા છુ” ‘સતને મારગ છે શૂરાના' ‘ઝાંઝવાનાં જળ'
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy