SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત કલાઓ ૪૩૭ હતી ત્યારે પુરુષ સ્ત્રી-પાઠ ભજવતા હતા. આ નટ કિશોર અને જુવાન હાય ત્યાં સુધી સ્ત્રીપાઠમાં સારા લાગતા હતા, પરંતુ જ્યારે વૃદ્ધ થઈ જાય અને અવાજ પડી જાય ત્યારે એમને સ્ત્રી પાત્રવાળે અભિનય વર લાગતા હતા. આમ છતાં કેટલાક પુરુષ નટ એમણે ભજવેલી સ્ત્રી-ભૂમિકા ઉપરથી જે તે નામે ઓળખાતા હતા; દા.ત. જયશંકર સુંદરી, પ્રભાશંકર રમણી', ત્રીકમ કુમુદી, સોમનાથ “કલ્યાણી', ભેગીલાલ “માલતી, અંબાલાલ “ચાંદબીબી', રણછોડ “જમના ઝાપટે' ઇત્યાદિ. સમય જતાં નટીઓએ વ્યવસાયી રંગભૂમિ ઉપર અભિનય કરવાની હિંમત કરી અને સ્ત્રી પાત્રોની વાસ્તવિકતા શરૂ થઈ. આવી નટીઓમાં ગૌહર મોતીજાન, મુન્નીબાઈ, મોતીબાઈ, કમળાબાઈ કર્ણાટકી, સરસ્વતી દેવી, રામપ્યારી, રૂપકમલ, રાણી પ્રેમલતા, કુસુમ ઠાકર ઇત્યાદિએ અનેક નાટકમાં સફળ અભિનય કરીને પ્રેક્ષકેની ચાહના મેળવી હતી. એમના કંઠે ગવાયેલાં ગીતે આજે પણ વ્યવસાયી રંગભૂમિના રસિયા પ્રેક્ષક વાગોળતાં થાક્તા નથી. વીસમી સદીના પાંચ દાયકાઓમાં જે નટો ગુજરાતી રંગભૂમિને મળ્યા તેઓમાં પારસી નટ ઉપરાંત ગુજરાતી હિંદુ નટોમાં સર્વશ્રી જયશંકર “સુંદરી', બાપુલાલ બી. નાયક, મૂળચંદ (મામા), સંગીતરત્ન ભગવાનદાસ, મેહનલાલા, અસરફખાન, વાઘજીભાઈ ઓઝા, મૂળજીભાઈ ઓઝા, મગનલાલ શામચંદ નાયક (માસ્ટર શનિ), પ્રાણસુખ નાયક (તેતર), માસ્ટર ગોરધન, માસ્ટર વસંત, મોહન મારવાડી, ચિમન મારવાડી, શિવલાલ ગિરધર (કામિક), કેશવલાલ (સરસ્વતીચંદ્ર), મૂળજી ખુશાલ, પ્રભાશંકર “રમણ', પ્રાણસુખ “એડીલે', સેમિનાથ કલ્યાણી માસ્ટર મેહન, સૂરજરામ (સ્પે. સુદરી), ચિમન કેમિક, ચિમન ચકુડો, માસ્ટર કાસમભાઈ મીર, કેશવ મીર, દાદુજીભાઈ મીર, ફતુછ મીર, માસ્ટર બબલદાસ ભોજક, લાલજી નંદા, માસ્ટર દેલત, ભોગીલાલ માલતી', ચૂનીલાલ દુર્ગાદાસ', બલદેવદાસ પ્રભાશંકર (કાળી કેલ), છગન “રોમિયો', કેશવલાલ પ્રેમચંદ, રણછોડ “જમના ઝાપટ, જટાશંકર, કેશવલાલ કપાતર. રતિલાલ પટેલ, શંકરલાલ ગોવિંદરામ (કોલેજ ગર્લ), અમૃત જાની ઇત્યાદિને ગણાવી શકાય. તખ્તા ઉપર જુદાં જુદાં નાટકોમાં આ નટો જે સંવાદે બેલતા અને ગીત ગાતા તેની પ્રેક્ષકે ઉપર ધારી અસર પડતી હતી. આ સમયગાળામાં જુદી જુદી નાટક મંડળીઓને જે દિગ્દર્શક મળ્યા તેમાં જયશંકર સુંદરી', બાપુલાલ બી. નાયક, મૂલચંદ (મામા), વિઠ્ઠલદાસ ત્રિભોવનદાસ ભોજક, મગનલાલ શામચંદ નાયક (માસ્ટર શનિ), માસ્ટર ત્રીકમ, મૂળજી ખુશાલ, પ્રાણસુખ એડીલે, ગોપાળજી ભેજરાજ, રામલાલ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy