________________
લલિત કલાઓ
૪૩૧
“સાગરને તીર રૂડા સબસ સંગ્રામ
રૂડા સબરસ સંગ્રામ, મારચા મંડાણા ધર્મયુદ્ધના !”
સને ૧૯૩૧માં બાબુભાઈ એઝાએ ન્યાયાધીશ' નાટક લખ્યુ. જેમાં એક ગીતના શબ્દો હતા :
ગાંધી તું આજ હિકા શાન બન ગયા, સારી જહાં કામકા અભિમાન બન ગયા, તું દાસ્ત હૈ હર કામકા દિલ અઝીઝ હૈ, તેરી કલામ મહુખી ફરમાન બન ગયા.
આ સમયગાળામાં વ્યવસાયી રંગભૂમિની પડતીદશા અને ઍમૅચ્યૉર અર્થાત્ અવેતન રંગભૂમિને ઉદય જોવા મળે છે. રંગભૂમિના સવેતન કે અવેતન ભેદ પાડવા યોગ્ય નથી, રંગભૂમિ એટલે રરંગભૂમિ, રરંગભૂમિ એ પ્રજાની સ’સ્કારિતાને માપદંડ છે. કાઈ પણ સમાજની સારી-નરસી પ્રવૃત્તિ, સમાજમાં રહેતા મનુષ્યની સંસ્કૃતિ વિકૃતિ, મૂલ્યે અને ભાવનાઓનું પરિવર્તન ઇત્યાદિ ભાખતા એની રંગભૂમિ પર ભજવાતાં નાટકામાંથી વિશેષ જાણી શકાય છે.
ગુજરાતની વ્યવસાયી એટલે કે ધોંધાદારી રંગભૂમિના ઉદ્ભવ વિકાસ અને પતનના ત્રણ તબક્કા પાડી શકાય :
(૧) ઉદ્ભવ અને વિકાસ-ઈ. સ. ૧૮૫૨ થી ઈ. સ. ૧૮૭૦ (૨) સમૃદ્ધિના વિકાસને ચરમેાત્ક−ઈ. સ. ૧૮૭૦ થી ૧૯૨૦ (૩) સમૃદ્ધિનાં આથમતાં અજવાળાં–ઈ. સ. ૧૯૨૦ થી ઈ. સ. ૧૯૫૦ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના આ સમયગાળામાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં લગભગ ૧૫૦ જેટલી નાની–મેાટી નાટક—મ`ડળીએ મરવાના વાંકે જીવી રહી હતી. મેાટી નાટકમ`ડળીએમાંથી છૂટા થયેલા કે નિવૃત્ત થયેલા નટાએ પેાતાની નાની મંડળીએ શરૂ કરી હતી, જેમાં ભારે આર્થિક ખાટ આવવાથી એએએ હાથે કરીને બરબાદીને મા` પસંદ કર્યા હતા. ભવ્ય સેટિગ્સ, પ્રકાશના અને વેશભૂષાના ભભકા, ઉર્દૂ રંગભૂમિનું આંધળુ અનુકરણ, ખેતબાજી, નાટકમ`ડળીના માલિકાની ધંધાદારી મનેવૃત્તિ, પશ્ચિમની ર`ગભૂમિની અસર, નટાની વધારે પગાર મેળવવાની લાભવૃત્તિ, ઍમચ્યાર સસ્થાઓને જન્મ, ઇત્યાદિને કારણે ગુજરાતની ધંધાદારી રંગભૂમિને મરણુતાલ ફટકો પડયો. શરૂઆતમાં મૂ'ગાં અને પછી ખેાલતાં ચિત્રપટાએ એના રહ્યાસહ્યા શ્વાસને રૂંધી નાંખ્યા. એક