SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત કલાઓ ૪૨૩ ૧૯૬૧ થી ગુજરાત સંગીત નૃત્ય નાટય અકાદમીની શરૂઆત થઈ. આ સંસ્થાની સંગીત પ્રવૃત્તિના વિકાસમાં સુરતના સ્વ. કંચનલાલ મામાવાલાને ફાળો મોટો હતો. એઓ સંગીતવિદ્યાના જ્ઞાતા, વિવેચક અને કલાકારના અગ્રગણ્ય માર્ગદર્શક હતા. 1 સુરતના પ્રા. રમણલાલ મહેતા શરૂઆતમાં ‘આકાશવાણી અમદાવાદમાં સંગીત-વિભાગના પ્રોડયુસર હતા. બાદમાં સંગીત નૃત્ય નાટય મહાવિદ્યાલય, વડોદરામાં વર્ષો સુધી આચાર્ય હતા. એમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સંગીતનાં વિદ્વતાપૂર્ણ લેખે અને પુસ્તક પ્રકાશિત કરેલ છે. ભરત વ્યાસ પણ વડોદરા સંગીત કોલેજમાં પ્રાધ્યાપક હતા. એઓ વિણ-મૃદંગ અને દ્રુપદના વિદ્વાન કલાકાર હતા, પરંતુ એમની પાસેથી કલાને મર્મ કઈ પામી શકયું નહિ, જ્યારે પ્રા. સુધીરકુમાર સકસેનાએ આ કોલેજ દ્વારા ગુજરાતમાં અનેક સુંદર તબલાવાદક ઉત્પન્ન કર્યા વાગ્યેયકાર તરીકે પં. ઓમકારનાથજીના શિષ્ય શ્રી. બળવંતરાય ભટ્ટ ભાવરંગ, ભા. ૧ અને ભા. ૨'માં સુંદર સંગીત-રચનાઓનું નિર્માણ કરેલ છે. ૧૯૪૫ થી ૧૯૬૫ સુધી યશવંતરાય પુરોહિત અને શિવકુમાર શુકલે હિંદુસ્તાનની લગભગ બધી સંગીત કોન્ફરન્સમાં સ્થાન મેળવી ગુજરાતને ગૌરવ અપાવ્યું. યશવંતભાઈએ એમના આરાધ્ય દેવ અબ્દુલકરીમખાં સાહેબની કિરાના ઘરાણાની ગાયકી પર પ્રભુત્વ મેળવેલ શિવકુમાર શુકલે મોરાદાબાદી ઘરાણા ના સ્વ. ઉસ્તાદ અમાનઅલીખાં પાસેથી તાલીમ મેળવી, નૂતન શૈલીની ગાયકીનું નિર્માણ કર્યું. બુદ્ધિચાતુર્ય કાકુ સરગમ આગ અને પ્રસન્નતાપૂર્વકની એમની લયપ્રધાન રજૂઆતને પરંપરાગત તાલીમ મેળવેલ બુઝર્ગ ગાયકે એ પણ બિરદાવી. ૩. ગરબા, રાસ અને નૃત્યકલા ગરબા, ગરબી અને રાસ એ ગુજરાતની આગવી લેકકલા છે. એમાં વર્તલનૃત્યના માળખામાં સંગીતની તથા અભિનયની જમાવટ હેય છે. ગરબા ગરબે એ આદ્યશક્તિ મહામાયાની પૂજનું સ્વરૂપ મનાય છે. ગરબા સાથે શક્તિપૂજા જોડાયેલી છે. શરદઋતુમાં આના પહેલા નવ દિવસ રાત્રે નવરાત્રમહત્સવ ઊજવાય છે. નવરાત્રિમાં ગવાતા ગરબાનું ક્ષેત્ર વિશાળ અને વૈવિધ્યસભર છે. ગરબાના એક સ્વરૂપમાં કાણાવાળે માટીને ઘડે-ગરબો', અંદર દીવે,
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy