SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ આઝાદી પહેલાં અને પછી એટલા પ્રમાણમાં એ બન્નેના પ્રયાગે! કર્યા છે.૧૧૧ ગાંધીજીએ સત્ય અને અહિંસાને કેંદ્રમાં રાખી જીવનભર પ્રયાગ કર્યા છે. એમને મન સત્ય એ જ ઈશ્વર છે. એક પ્રાના-પ્રવચનમાં એમણે ‘સત્ય'ની સમજ આપતાં કહેલું, ‘સત્ય' શબ્દ ‘સત્’માંથી છે. સત્ એટલે હેાવું, સત્ય તે હેાવાપણું. સત્ય સિવાય બીજી કાઈ વસ્તુને હસ્તી જ નથી, પરમેશ્વરનું ખરું નામ જ ‘સત્' એટલે ‘સત્ય' છે. તેથી પરમેશ્વર સત્ય છે એમ કહેવા કરતાં સત્ય' એ જ પરમેશ્વર છે એમ કહેવુ વધારે યોગ્ય છે.”૧૧૨ આફ્રિકાથી આવ્યા બાદ ગાંધીએ ગુજરાતને – અમદાવાદને પેાતાની ક ભૂમિ બનાવી તેથી એમના વિચારાને પ્રભાવ ગુજરાતની પ્રજા પર ડેાય એ સ્વાભાવિક છે. એમણે સૌ-પ્રથમ કોચરબમાં ‘સત્યાગ્રહ-આશ્રમ'ની સ્થાપના કરી અને પાછળથી એ આશ્રમ સાબરમતીના કિનારે સાબરમતીમાં સ્થાપવામાં આવ્યા, જે આગળ જતાં ‘હરિજન-આશ્રમ' તરીકે ઓળખાયા તે આજે ગાંધી-આશ્રમ' તરીકે એળખાય છે. ગાંધીજીની પ્રેરણ થી ગુજરાતમાં જે રચનાત્મક પ્રવૃત્તિએ શરૂ કરવામાં આવી તેના કારણે ગુજરાતમાં રાજકીય આર્થિક ઔદ્યોગિક અને ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. દેશમાં વ્યાપેલા આભડછેટના વ્યવહારને જોઈને એમણે તીવ્ર વેદના અનુભવી અને એનું કલંક દૂર કરવા માટે જીવનભર ઝૂઝયા. સમાજમાં જે અસ્પૃશ્યે ગણાતા હતા તેમના માટે ‘હિરજન' શબ્દ પ્રયોજીને એમના પ્રતિષ્ઠા અને ગૌરવમાં વધારા કર્યા. હરિજન સેવક સંધ’ તથા ‘ગ્રામેાદ્યોગ સંધ'ની સ્થાપના કરી હરિજનને અને ગામડાંના ઉદ્યોગે તે બેઠા કરવા પ્રયત્ન કર્યા. ધર્માંના ક્ષેત્રમાં તેમજ સમાજ સત્યાગ્રહ સ્વરાજ વાણિજય ઉદ્યોગ ગોપાલન ખાદી સ્વચ્છતા અને આરાગ્ય-કેળવણી, સાહિત્ય અને કળા ઇત્યાદિ ક્ષેત્રામાં ગાંધીજીએ જે ચિ ંતન કર્યું છે તેવું દહન કિશારલાલ મશરૂવાળાએ ગાંધી-વિચારદેહન’માં સંકલિત કર્યું છે. ધર્માંની બાબતમાં ગાંધીજીનું વલણુ સર્વ ધર્મ સમભાવનું હતું. અર્વાચીન ગુજરાતની પ્રજામાં જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં જે જાગૃતિ જોવા મળે છે તેને યશ ગાંધી-વિચારસરણીને આપવા ઘટે.૧ ૧૩ સર્વોદય-વિચારસરણી સર્વોદયવિચારસરણીનાં મૂળ ગાંધી-વિચારસરણીમાં પડેલાં છે. રાષ્ટ્રપિતા ગાંધીજીની હયાતીમાં જ સર્વોદય-સમાજની રચના માટે અનેક કાર્યક્રમ યેાજવામાં આવતા હતા, જેમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ એ મુખ્ય ધ્યેય હતું. સ્વાત ંત્ર્યપ્રાપ્તિ તથા ગાંધીજીના અવસાન બાદ સર્વોદયનું કાર્યાં વિનેબા ભાવેએ ઉપાડી લીધું,
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy