SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ આઝાદી પહેલાં અને પછી પ્રશ્નારની અગિયારી કાંકરિયા વિસ્તારમાં ઈ. સ. ૧૯૨૫ માં બંધાઈ હતી.૮૪ નવસારી અને સુરત જેવાં શહેરામાં આતશ બહેરામ પ્રકારની અગિયારી જોવા મળે છે. ખભાતમાં પણ પારસીઓનાં કેટલાંક કુટુબ વસે છે. ખંભાતની પારસી અગિયારી ઈ. સ. ૧૮૮૪ માં બંધાઈ હતી.૮૫ આ સમયે કેટલાંક દુખમાં બંધાયાં. અમદાવાદમાં પારસીએનું સહુ પ્રથમ દખમુ સને ૧૮૪૩ માં ખુલ્લું મૂકવામાં આવ્યું. ૧૮૫૦ માં બીજું દખમું બધાયુ`.૮૬ ત્યાર બાદ નવું દખમું ૧૯૨૧ માં ખુલ્લું મૂકવામાં આવ્યું.૮૭ ખંભાતમાં ત્રણ દખમાં હાવાનુ જણાય છે, જેમાંનાં બેની વિગત ઉપલબ્ધ નથી, ત્રીજું દખમુ ઇ. સ. ૧૮૩૩ માં શેઠ પેશતનજી ખરસેદજી મેાદીએ બધાવેલુ’.૮૮ ૫. શોખ ધમ ૧૯૫૧ ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં શાખાની વસ્તી ૭,૦૨૭ ની હતી, જે વધીને ૧૯૬૧ની વસ્તીગણતરી ૯,૬૪૬ ની થઈ.૮૯ ગુરુ નાનકના સમયથી ગુજરાતમાં શીખવ પ્રસાર પામેલા. ‘જન્મસાખી’એની શીખપરંપરા અનુસાર ગુરુ નાનક ગુજરાતના પ્રવાસે આવેલા અને નર્મદા–કિનારે ભરૂચ ખાતે એમણે વિશ્રામ કર્યા હતા. એમની યાદમાં ત્યાં ઉદાસી સંપ્રદાયે પ્રાચીન ગુરુદ્વારા અને ધર્મશાખા સ્થાપેલ છે. બાબા ફતેહસિંહ દ્વારા ઉપર્યુંક્ત ગુરુદ્વારાના વિસ્તરણનું કામ હાથ ધરાયું હતું. આ ઉપરાંત વડાદરામાં ખ‘ડેરાવ માર્કેટ પાસે ગુરુનાનકવાડી ગુરુદ્વારા તેમ અંજાર જૂનાગઢ દ્વારકા પાલીતાણા વગેરે સ્થળાએ એમનાં ઐતિહાસિક ગુરુદ્વારા છે.૯૦ અમદાવાદમાં દૂધેશ્વર રોડ ઉપર આવેલા ગુરદ્વારા—ગુરુસીધ સભાની સ્થાપના સને ૧૯૪૧ માં થઈ હતી. મણિનગર ખાતે ૧૯૫૦ ના અરસામાં ગુરુદ્વારાગુરુનાનક દરબારની સ્થાપના થયેલી છે.૯ ૧ ૬. બૌદ્ધ ધ ડૉ. આંબેડકરની દ્વિધર્મ પરિવર્તનની ચળવળમા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યા તેવા લેકેાની સંખ્યા ૧૯૫૧ ની વસ્તીગણતરી પ્રમાણુ ૧૯૮ની હતી, જે વધીને ૧૯૬૧ ની વસ્તીગણતરી પ્રમાણે ૩,૧૮૫ ની થઈ,૯૨ અ ગુજરાતમાં આ કાલના અંતિમ ચરણુ દરમ્યાન ડૉ. બાબાસાહેબ આંબેડકરપ્રેરિત સામૂહિક ધર્મ પરિવર્તનની ચળવળમાં કેટલાક દલિત વર્ગના લોકોએ હિંદુ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy