SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક સ્થિતિ શ્વરજીના શિષ્ય જિતેંદ્રસાગરજી પાસે દીક્ષા લીધી અને સને ૧૯૩૮ માં અમદાવાદમાં કીર્તિસાગરસૂરીશ્વર પાસે પુન: દીક્ષા ગ્રહણ કરી સને ૧૯૮૩ માં મહુડીમાં ‘ગચ્છાધિપતિ’ બન્યા, તે શિલ્પશાસ્ત્રના જ્ઞાતા મહાન તીર્થાપદેશક, નિઃસ્પૃહી સાધક અને જિનશ!સનના મેાટા પ્રભાવક હતા.૬૮ એમણે ધણાં મદિરાની પ્રતિષ્ઠા કરાવી. ૩૯૩ યુગદી આચાર્ય વિજયવલ્લભસૂરિની પ્રેરણાથી અને શ્રસ ંધના પુરુષાર્થ થી મુંબઈમાં ૧૯૧૫ માં મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ, જ્યાં જૈત ધ અને દર્શનના શિક્ષણ તેમજ સ`સ્કાર સાથે ઉચ્ચ શિક્ષણની જોગવાઈ કરવામાં આવી. અમદાવાદમાં ૧૯૪૬ થી આ વિદ્યાલયની શાખાઓની સ્થાપનાની શુભ શરૂઆત થઈ અને શ્રીસ ંધન સક્રિય સહકારથી અમદાવાદ ઉપરાંત વડાદરા(૧૯૫૪) અને વલ્લભવિદ્યાનગર(૧૯૭૪)ની શાખાએ અસ્તિત્વમાં આવી,૬૯ સુરતમાં ઈ. સ. ૧૯૪૩ માં સ્થાપેલી શ્રી દેસાઈ પાળ જૈન પેઢીએ પણ વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરી,૭૦ શેઠ આણુંદજી કલ્યા છની પેઢી અમદાવાદ (સ્થા. સને ૧૮૮૦) એ અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી સ ંધની પ્રતિનિધિ સંસ્થા છે, આ પેઢી જેન તીર્થાના વહીવટ કરવા, દેરાસર સમરાવવાં, ધર્મશાળાએ બંધાવવી, પવિત્ર તીર્થસ્થાને જિનમદિરા તથા જિનબિખાની સાચવણી કરવી વગેરે અનેક પ્રવૃત્તિઓ કરે છે. આ પેઢીને પાલીતાણા રાજ્ય સાથે કરેલ રખેાપાના કરાર બાબતે ૧૯૨૬ માં વિવાદ થયા, પરિણામે ૧૯૨૬ ની ૭ મી એપ્રિલથી યાત્રાને સદંતર બહિષ્કાર પેાકારવામાં આવેલ, છેવટે લા ઈવિનની દરમ્યાનગીરીથી વાર્ષિક સાઠ હજારને પાંત્રીસ વર્ષની મુદ્દતના રખેાપા કરાર ૧૯૨૮ ની ૨૬ મે ના રેજ થતાં શત્રુ ંજયયાત્રા ફરી શરૂ થઈ. જૈન પર પરામાં આ અભૂતપૂર્વ બનાવ હતા.૭૧ સને ૧૯૩૪ માં શ્વેતાંબર સંઘનુ` મુનિ—સ ંમેલન અમદાવાદમાં મળ્યું હતું, જેમાં સાતસે। જેટલા સાધુ એકત્ર થયા હતા અને એમણે પટ્ટક બહાર પાડયો હતેા.૭૨ સુરતમાં ઈ. સ. ૧૯૪૮ માં આચાર્ય આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી શ્રી વર્ધમાન તામ્રપત્રાગમ મંદિર બધાયું. એની દીવાલ પર તાંબાનાં પતરાં પર ૪૫ આગમ કાતરાવી જડેલા છે. ભોંયરામાં આગમપુરુષની સુંદર આકૃતિ છે. ક આ ક!લ દરમ્યાન જૈન તીર્થાના અનેક નાનામેટા યાત્રાસંધ પણ નીકળતા,
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy