SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ આઝાદી પહેલાં અને પછી સમાજ સ્થપાયેલ. આ ઉપરાંત ખેડા જિલ્લાનાં પંડળી નાવલી સામરખા ચિદરા નડિયાદ નરસંડા વગેરે સ્થળોએ પણ આર્ય સમાજની સ્થાપના થઈ.૪૨ ૧૯૧૫ ના અરસામાં પોરબંદરમાં રાજરત્ન શેઠ નાનજી કાલિદાસે આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા મહિલા કોલેજ પણ ચાલે છે. આ સંસ્થામાં બહેનને વૈદિક સંસ્કારોનું સિંચન કરવાનું મહત્ત્વનું કાર્ય થયું. ૧૯૨૪ માં આણંદમાં “ચરોતર પ્રદેશ આર્ય સમાજની સ્થાપના થઈ અને જુદાં જુદાં ગામોના છૂટા છૂટા આર્યસમાજીઓએ ભેગા થઈ એક સંગઠન રચ્યું. આર્યસમાજીએ વેદ અને વેદાનુકૂળ ધર્મશાસ્ત્રને માને છે. મૂર્તિ પૂજામાં તેઓ માનતા નથી. ગુણકર્માનુસાર વર્ણવ્યવસ્થાને આદર્શ સ્વીકારે છે. ચિહ્ન તરીકે જનોઈ પહેરે છે. કન્યાઓને યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવે છે. વળી, એમને હિંમત, વ્યાયામ, ધનુર્વિદ્યા, વૈદિક અધ્યયન, વૈદિક સંસ્કાર, શુદ્ધિસંસ્કાર વગેરેનું શિક્ષણ આપવામાં આવે છે. વિધમી થયેલ વ્યક્તિઓને ફરી શુદ્ધ કરવાનું કામ પણ આ સંસ્થા દ્વારા થાય છે. આર્ય સમાજ દ્વારા વૈદિક વિધિથી લગ્ન કરાવી આપવાનું કાર્ય પણ થાય છે.૪૪ થિસોફિકલ સોસાયટી ગુજરાતમાં ૧૮૮૨ ના અરસામાં ભાવનગર પાસે વરલના દરબાર હરિસિંહજી, વઢવાણના રાજવી શ્રી દાજીરાજજી, ભાવનગરના મહારાજાના એ.ડી.સી. મુરાદઅલી બેગ, ભાવનગર રાજ્યના કેળવણી નિયામક પ્રિ. જમશેદજી ઊનવાળા વગેરેએ કાઠિયાવાડ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી, ત્યારથી આ સંસ્થા સંસ્કારપ્રચાર, પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિની ભવ્યતા ટકાવી સમાજસેવાની પ્રવૃત્તિ કરે છે. સુરત વડેદરા અમદાવાદ રાજકોટ નડિયાદ આણંદ વગેરે મહત્વનાં સ્થળોએ એની શાખાઓને આ સોસાયટીએ સમાજસુધારણા, ધર્મવિષયક બિનસાંપ્રદાયિકતા, બંધુતા, સમાજોપકારી શિક્ષણ તેમજ પ્રજાના માનસિક અને નૈતિક આરોગ્ય માટે ઘણી સેવાઓ આપી છે.૪૫ શ્રી અરવિંદ કેવો . આ કાલ દરમ્યાન ગુજરાતની જનતાને તત્વજ્ઞાન અને ભક્તિભાવથી સ્પર્શ જનાર અનેક પ્રવાહમાં શ્રી અરવિંદની તત્વપ્રણાલિકાને મોટો ફાળો છે. પિતાને તીવ્ર બુદ્ધિવા સેને આંજી નાખનાર પ્રતિભાસંપન્ન વિદ્યાગુરુ શ્રી અરવિંદ(ઈ. સ. ૧૮૭૫–૧૯૫૦)ની પ્રતિભાથી અંજાયેલ જુવાન વર્ગ એમનાં તત્ત્વચિંતનભર્યા વ્યાખ્યાન સાંભળી મંત્રમુગ્ધ બન્યા. એની પહેલી ઊંડી અસર ખેડા
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy