________________
૩૮૨
આઝાદી પહેલાં અને પછી
દાન)ને કાર્યક્રમ અને પુનિતપ્રસાદના પડિયા-સ્વરૂપે પીરસાતું ભક્તિસાહિત્ય, પૂનમે ડાકેર જતા પદયાત્રા સંધ વગેરે ખાસ નોંધપાત્ર છે.
આ ઉપરાંત બીજા અનેક સંતોએ ગુજરાતની પ્રજાના ધાર્મિક તેમજ આધ્યાત્મિક જીવનને ઘડવામાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમાં માલસર આશ્રમના બંગાળી સંત માધવદાસજી મહારાજ (ઈ. સ. ૧૮૦૬-૧૯૨૧), પાટડીના સરચૂદાસજી મહારાજ(ઈ. સ. ૧૮૪૮-૧૯૧૨), ગોધરાના પુરુષોત્તમ ભગત(ઈ. સ. ૧૮૫૫૧૯૨૬), વીરાણ(કચ્છ)ના તિલકદાસજી મહારાજ(ઈ. સ. ૧૮૫૮–૧૯૩૨), નરસંડા(તા. નડિયાદ)ના હરિદાસજી(ઈ. સ. ૧૮૬૨-૧૯૩૮), અનગઢ(તા. વડોદરા) અંબારામ મહારાજ(ઈ. સ. ૧૮૬૩–૧૯૩૩), પ્રેમસ્વરૂપ પરમાત્માના કીર્તનકાર પ્રેમાવતાર બંગાળી સંત હરનાથ પાગલ(ઈ. સ. ૧૮૬૫-૧૯૨૭), બગદાણ(મહુવા)ને યોગી હરનાથ (વિદ્યમાન), મંજૂસર(વડોદરા)ના મુગટરામ મહારાજ(ઈ. સ. ૧૮૭૪-૧૯૨૪), ગોદડિયા સ્વામી તરીકે પ્રસિદ્ધ મદ્રાસના સ્વામી પ્રકાશાનંદજી(ઈ. સ. ૧૮૮૩-૧૯૬૫), કેરલ આશ્રમના પંજાબી સંત સ્વામી નિર્મળકપાળ હરિ(ઈ. સ. ૧૮૮૨–૧૯૬૭), ખંભાલી(તા. પેટલાદ) ના સ્વામી દેવકૃષ્ણાનંદજી(ઈ. સ. ૧૮૮૫–૧૯૩૯), મોરબીના સ્વામી માધવતીર્થજી (ઈ. સ. ૧૮૮૫-૧૯૬૦), નાંદોદ(જિ. ભરૂચ)ના સૂફી સંત સતારશાહ(ઈ. સ. ૧૮૯૨-૧૯૬૬), વડોદરાના સ્વામી નંદકિશોરજી(ઈ. સ. ૧૮૯૭–૧૯૬૮), ભાદરણના સત્યાનંદજી(ઈ. સ. ૧૮૮૮–૧૯૭૨), ભાદરણના દાદા ભગવાન(ઈ.સ. ૧૯૦૮ થી વિદ્યમાન), સારસાણ(લખતર)ને નારાયણ બાપુ(ઈ. સ. ૧૯૧૫ થી વિદ્યમાન), અમદાવાદમાં યોગસાધન આશ્રમની સ્થાપના ઈ. સ. ૧૯૩૬) કરનાર મનુવર્યજી (ઈ. સ૧૯૧૫થી વિદ્યમાન), વડોદરાના પરમાનંદ સ્વામી(ઈ. સ. ૧૯૧૭ થી વિદ્યમાન), ભાદરણનિવાસી સ્વામી કૃષ્ણાનંદજી(ઈ. સ. ૧૯ર૦ થી વિદ્યમાન), ખેડાસ્થિત બંગાળી સંત પાગલ પરમાનંદ(ઈ. સ. ૧૯૭૦ સુધી), મોટેરા આશ્રમના સંત આશારામજી (જન્મ ઈ. સ. ૧૯૪૨), ઓઢવના નિત્યાનંદજી મહાપ્રભુ, વીજાપુરના રામજી મહારાજ(જેઓ પિતે બાઈ હતાં), કલેલના સંત પ્રણવરામજી જેવા અનેક સંતોએ પણ પિતાનાં વાણી-વચન-ઉપદેશથી તેમજ સદાચરણથી પોતાના ભક્તજને અને સાધકે ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો છે.
આ ઉપરાંત પિતાની વિદ્વત્તાપૂર્ણ વાણીથી લેકના હૃદય પર ઊંડી અસર પાડનારા વિખ્યાત ભાગવતકથાકારોમાં વડોદરાના નરહરિ શાસ્ત્રી, નડિયાદના કૃષ્ણશંકર શાસ્ત્રી અને વડોદરાના ડાંગરે મહારાજનાં નામોને નિર્દેશ કરવો ઘટે. નામાંકિત ભજનિકોમાં રૂપાલના સીતારામ મહારાજ અને ઉનાવાવાળા શંકર મહારાજનો પણ ભારે પ્રભાવ પડ્યો હતો.