SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ૦ આઝાદી પહેલાં અને પછી અગ્રગણ્ય મંદિરોમાંનું એક છે. અહીં દર મહા મહિનાની પૂનમે અને જન્માષ્ટમી ઉપર મેળા ભરાય છે. મંદિરમાં અનેક વિદ્વાને શાસ્ત્રીઓ અને વ્યાખ્યાનકારે આવે છે. મંદિર તરફથી સંતરામ કન્યાશાળા, વિદ્યા શાળા, વિશાળ અતિથિનિવાસ, ક્રીડાંગણ વગેરે બંધાયેલાં છે. અહીં લગ્નપ્રસંગોએ ભોજન સમારંભ યોજાય છે. આ મંદિરની શાખાઓ વડોદરા ઉમરેઠ પાદરા કરમસદ કાયલી અને રડમાં છે.૩૦ સાવલી(જિ. વડોદરા)માં ભાવસાર કુટુંબમાં જન્મેલા શ્રીમેટા(ઈ. સ. ૧૮૮૮–૧૯૭૬)એ ૧૯૨૪ માં બાલયોગીજી મહારાજ પાસે નડિયાદમાં દીક્ષા લીધી. ૧૯૩૦ થી ૧૯૩૯ નાં વર્ષ તેઓએ એકાંત સાધનામાં ગાળ્યાં. સને ૧૮૪ર૫ દરમ્યાન હરિજન સેવા–સંધ માટે ફાળો ઉઘરાવવાનું કાર્ય કર્યું. આઝાદી બાદ તેઓએ શ્રેથએના આત્મકલ્યાણ માટે નડિયાદમાં ૧૯૫૪ માં, રાંદેર (સુરત)માં ૧૯૫૯ માં અને નરોડા(અમદાવાદ)માં ૧૯૬૨ માં “હરિ ઓમ” આશ્રમ અને સાધનાકુટિર(મૌનમંદિર) સ્થાપ્યાં. આ ઉપરાંત સુરત અને કુંભકોણમમાં પણ મૌનમંદિર સ્થાપ્યાં. ૧ મૌનમંદિરનું હાર્દ “મહામૌન” વિના પ્રભુપ્રાપ્તિ નથી એ છે. એમના આશ્રમમાં ઈશ્વરસ્મરણ દ્વારા આત્મતૃષા છિપાવવા અનેક લેક જતા. મૌનમંદિરમાં બેસવા માટે નાતજાતના ભેદ નથી. એમાં ઓછામાં ઓછા સાત દિવસ એક ઓરડામાં તદ્દન એકાંતમાં ગાળવાના હોય છે અને મોટેથી ઇષ્ટદેવનું રટણ જપયજ્ઞ) કરવાનું હોય છે. ગુજરાતમાં શિક્ષણ સાહિત્ય અને યુવા પ્રવૃત્તિના પ્રેરક તેમ પ્રેત્સાહક અને સંવર્ધક તરીકે શ્રીમોટાનું નામ ગુજરાતની પ્રજાને હૈયે વસેલું છે. ડભોઈમાં કાયરથ બ્રાહ્મણ જ્ઞાતિમાં ૧૯૧૩ માં જન્મેલા કૃપાલ્વાનંદજીએ ૧૯૩૨ માં મુંબઈના સ્વામી પ્રણવાનંદજી પાસે ગદીક્ષા લીધી. વારાણસીમાં સંસ્કૃત ભાષા અને અધ્યાત્મગ્રંથનું અધ્યયન કર્યું. ૧૯૩૪ થી ૧૯૩૦ સુધી ડભોઈમાં પુષ્ટિમાર્ગીય પાઠશાળાના અધ્યાપક રહ્યા. તેઓએ મલાવ(તા. કાલેલ, જિ. પંચમહાલ)માં કૃપાળુ-આશ્રમ સભાખંડ અને હાલેલ (જિ. પંચમહાલ) માં શ્રીકૃષ્ણગોશાળા તથા યુ.એસ.એ. માં ચાર આશ્રમ સ્થાપ્યાં. એમણે કાયાવરોહણમાં સ્થાપેલ પાઠશાળામાં તેમજ મંદિરમાં વિદ્યાર્થીઓ અને સાધુસંતે સંસ્કૃતનું શિક્ષણ લેતા.૩૨ ૧૯૫૫ માં તેઓ કાયાવરોહણમાં સ્થિર થયા. એમણે “૮૪ યોગાસને” “પ્રેમધારા” “ગુરુપ્રસાદી’ ‘ગીતાન્જન” “ગુરુ વચનામૃત” કપાલુવાફ “સુધાઝાર” “રાગતિ જેવા અધ્યાત્મવિષયક ગ્રંથ રચ્યા. સિદ્ધયોગી અને સમર્થ જ્ઞાની તરીકે કૃપાલ્વાનંદજીની ભારે ખ્યાતિ પ્રસરી હતી. =3
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy