SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૮ આઝાદી પહેલાં અને પછી (૪) સંત અને ભક્તજનો આ કાલખંડ દરમ્યાન થઈ ગયેલા સંતોની પરંપરાએ ગુજરાતની પ્રજાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને ટકાવી રાખવામાં મહામૂલું પ્રદાન કર્યું છે. એમનાં જીવન અને કાર્ય આ વારસાને જ એક ભાગ છે. એમના ધર્મોપદેશે પ્રજાના જીવનમાં ચેતન પૂર્યું છે. આવા સંતમાં ધર્મક્ષેત્રે પ્રજાજીવનમાં અગત્યનું પ્રદાન કરનાર કેટલાક સંતોની ઝાંખી કરીએ. સૌરાષ્ટ્રમાં ગેંડળ અને જેતપુર વચ્ચે આવેલા વીરપુરનું જલારામ બાપા(ઈ. સ. ૧૮૦૦-૧૮૮૧)નું પવિત્ર ધામ આખા સૌરાષ્ટ્રમાં મશહૂર છે. અહીં સેંકડો લેકે યાત્રાએ આવે છે અને બાધાઓ તેમજ માનતાઓ પૂરી કરે છે. અહીં સદાવ્રત ચાલે છે, જેને નાતજાતના ભેદભાવ વગર સહુને લાભ મળે છે. ૨૪ આવાં સદાવ્રત સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત સતાધાર(જૂનાગઢ), સાયેલા(વાંકાનેર) ચલાળા(અમરેલી) અને પાળિયાદ(સુરેદ્રનગર) જેવાં સ્થળે એ ચાલે છે આ કાલ દરમ્યાન વીરપુરના જલારામ બાપાની જગ્યાના ગિરધરરામ બાપાએ અન્નક્ષેત્ર ઉપરાંત ભોજનશાળાઓ, અતિથિગૃહ, અનેક શિક્ષણ સંસ્થાઓ વગેરે સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓને પ્રારંભ કર્યો છે. દુલા કાગ રાણપુરમાં ભજનસપ્તાહે ઊજવતા. - સાયેલા(વાંકાનેર)ને ભગત લાલજી મહારાજ(ઈ. સ. ૧૮૦૦)નું નામ સૌરાષ્ટ્રના સંતોમાં સુપ્રસિદ્ધ છે. કથાવાર્તા ધર્મોપદેશ સત્સંગ જ્ઞાનચર્ચા અને દુઃખીઓના દુઃખનિવારણ દ્વારા સાયલાની આજુબાજુની ધરતીને મહેકતી રાખવાનું કામ આ સંતે કર્યું. આ કાળ દરમ્યાન એમની શિષ્ય પરંપરામાં મોતીરામદાસજી(ઈ.સ. ૧૮૦૭-૦૮ થી ૧૯૩૦-૩૧), કૃષ્ણદાસજી(ઈ. સ. ૧૯૩૦ ૩૧ થી ૧૯૪૬-૪૭) અને માયારામદાસજી(ઈ. સ. ૧૯૪૬-૪૭ થી ઈ. સ. ૧૯૭૦૭૧) થયા. ૨૫ મધ્યપ્રદેશના બાયફળ ગામમાં જન્મેલા રણછોડદાસજી મહારાજ (દેહવિલય ઈ. સ. ૧૯૭૦)ને ગુજરાતમાં મુખ્ય આશ્રમ રાજકોટમાં હતો. માનવસેવા દ્વારા પ્રભુસેવાને એમને આદર્શ હતા. એમણે ગુજરાતમાં જુદાં જુદાં સ્થળોએ સંકટસમયે રાહત્યજ્ઞ કર્યા, અનેક રાહતપ્રવૃત્તિઓ કરી, નેત્રયજ્ઞ કર્યા, તેમજ ગૌવધ બંધી માટે પ્રયાસ કર્યા. એમની પ્રેરણાથી સ્થપાયેલ શ્રીસદ્ગુરુસેવાસંધે આ પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. એમની હાકલ પડશે ગામેગામથી યુવક-યુવતિઓ ધંધેરોજગાર અભ્યાસ બધું પડતું મૂકીને સ્વયંસેવક બની સેવા કરવા હાજર થઈ જતાં. વેપારી આલમના અને બીજા સમાજના અનેક ભાવિક લેકે એમના
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy