SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આઝાદી પહેલાં અને પછી વિભૂતિ'(૧૯૪૦) આદિ નોંધપાત્ર છે. જયંત અને “શિરીષ'માં આદર્શવાદી અને વીર નાયકના જીવન દ્વારા સ્વદેશાભિમાન અને દરિદ્રનારાયણની ભક્તિની ભાવનાઓનું નિરૂપણ છે. સરકારી નોકરીને અસહકાર કરી “કિલા'ને નાયક જગદીશ વેચ્છાએ ગરીબાઈ સ્વીકારે છે. હૃદયનાથના પાત્ર દ્વારા સમકાલીન અખાડા-પ્રવૃત્તિ અને એની પાછળની ભાવના વ્યક્ત થાય છે. “સ્નેહયજ્ઞ”ના નાયક કિરીટની ફકીરીની અદેખાઈ ગવર્નરના પ્રધાન સર સુરેદ્રલાલને આવે છે. દિવ્યચક્ષુ' તો સત્યાગ્રહયુગના ચિરંજીવી સુદીર્ઘ આખ્યાન સમાન છે. “ગ્રામલક્ષ્મીમાં ગ્રામસુધારણું અને ખેતીને પ્રશ્ન વચ્ચે છે અને આપણું જીવનના અપ્રતિબિંબિત અંશે અને પ્રવૃત્તિઓને નવલસાહિત્યમાં લગભગ પ્રથમ વાર પ્રતિબિંબિત કર્યા છે. “હદયવિભૂતિ'માં કહેવાતી ગુનેગાર જાતિઓને પ્રશ્ન ઊંડા સમભાવથી નિરૂપ્યો છે. પૂર્ણિમા' (૧૯૩૨) ગણિકાજીવનને લગતી એક પ્રશ્નકથા છે. અમે બધાં'(૧૯૩૬)માં ધનસુખલાલ મહેતા અને જતી દવેએ વેધકતાથી, વિલોલ તરંગવૃત્તિથી તથા ઊંડી તત્ત્વગ્રાહી અને વ્યાપક હાસ્યવૃત્તિથી સુરતી જીવનને ચિરંજીવ કર્યું છે.૧૧ ઝવેરચંદ મેઘાણ-કૃત “સેરઠ તારાં વહેતાં પાણી'(૧૯૩૭) વીતી ગયેલા સેરઠી જીવનને વેગપૂર્વક અને સ્નેહથી સજીવન કરે છે. સમાજના વિવિધ વર્ગોનાં પાત્રો તથા એમનાં વિચારે ભાવનાઓ અને સંચલને આ નવલમાં નૈસર્ગિક આલેખન પામે છે અને ડુંગરે નદીઓ તથા સેરઠની સમગ્ર ભૂમિ જાણે કે અહીં સજીવ બને છે. - ચુનીલાલ વર્ધમાન શાહ-કૃત “કંટકછાયો પંથ' ભાગ ૧ થી ૪ (૧૯૬૧-૬૨) આ રીતે એક ગણનાપાત્ર સુદીર્ઘ નવલકથા છે. સને ૧૮૧૩ થી ૧૯૪૭ સુધીનું એક ગુજરાતી કુટુંબનું સળંગ વિસ્તૃત જીવન આલેખતી એ સુવાચ્ય નવલકથા છે અને કુટુંબજીવનના પટંતરે સમગ્ર ગુજરાતનું સાંસ્કૃતિક સામાજિક અને રાજકીય જીવન પણ એમાં આલેખાયું છે. પ્રારંભનાં કેટલાંક પાત્ર અતિહાસિક છે, પણ પછીની પાત્રસૃષ્ટિ બહુશઃ કાલ્પનિક હોવા છતાં તથ્યોના કલાત્મક નિરૂપણને બાધ આવતું નથી. ચાર ભાગમાં વહેંચાયેલા ત્રણ ગ્રંથને અંતે આપેલાં સાલવાર વંશવૃક્ષ ઉપરથી જણાય છે કે સમગ્ર નવલકથાનું લેખકનું સાવંત કપન ઐતિહાસિક સંરચનાની દૃષ્ટિએ પણ ખૂબ સુસ્પષ્ટ છે. દર્શક કૃત “ઝેર તે પીધાં છે જાણી જાણી'(ભાગ-૧, ૧૯૫૧; ભાગ ૨, ૧૯૫૮) એ અદ્યાપિ અપૂર્ણ રહેલી નવલકથામાં આપણા સ્વાતંત્ર્યસંગ્રામના વિવિધ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy