SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય : ૩૫૭ વડોદરામાં રહી “શ્રી સયાજીવિજય કાવ્ય “આજવાતડાગવર્ણન” “સુકૃતસંકીર્તન હંસલૂંકીય વગેરે મોટાં કાવ્યની અને પ્રચલિત રાગોમાં અનેક ગીતની રચના કરનાર રામકૃષ્ણ હરખજી શાસ્ત્રી પાછળથી અમદાવાદમાં આવી રહ્યા હતા. શંકરલાલ માહેશ્વર પછી બીજા બે નાટયલેખક થયા તે નડિયાદના મૂળશંકર માણેકલાલ યાજ્ઞિક અને કરુણાશંકર પ્રભુજિત પાઠક, યાજ્ઞિકનાં “સંયેગિતા સ્વયંવર' “પ્રતાપવિજય’ અને ‘છત્રપતિસામ્રાજ્ય' એ ત્રણ નાટક છે, જ્યારે પાઠકનું “શ્રીકૃષ્ણકુમારભુદય—છાયાનાટક છે. મોડેથી રચેલું . જે. ટી. પરીખનું “છાયાશાકુંતલ' પણ નોંધપાત્ર કૃતિ છે. નડિયાદના ગજેશંકર લાલશંકર પંડ્યાએ “બુદ્ધિપ્રભાવ” “દાસ્ય'(એકાંકી) “વિષમ પરિણયટ્રેજેડી) અને બીજાં એકાંકી પણ લખ્યાં છે. પ્રેમાનંદ વલ્લભ વગેરેને નામે અનેક ગુજરાતી આખ્યાને લખનાર, વડોદરાના છોટાલાલ નરભેરામ ભટ્ટ (ઈ.સ. ૧૮૫૦-૧૯૩૭) સંસ્કૃતના ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. એમણે “બ્રહ્મસૂત્રની સંક્ષિપ્ત આવૃત્તિ “ગુપ્તગંગામાહાસ્ય” વૈરાગ્યરનાકર' ઉપરાંત “આત્મવૃત્તાંત' વગેરે ૫૫ જેટલાં પુસ્તક સંસ્કૃતમાં પણ આપ્યાં છે. - બીજાપુરમાં જન્મેલા જૈન આચાર્ય બુદ્ધિસાગરસૂરિ (ઈ.સ. ૧૮૧૪-૧૯૨૫) પણ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. એમણે વીસેક સંસ્કૃત ગ્રંથની રચના કરી છે. સુરતના કબીર મંદિરના મહંત સ્વામી બ્રહ્મલીન પણ ગણ્ય કટિના વિદ્વાન હતા, જેમના ગુરુ-શિષ્યસંવાદરૂપ “વેદાંતસુધા” અને “સદગુરુશ્રી કબીરચરિત” બે ગ્રંથ મહત્વના છે. અમદાવાદમાં આવી જેમણે અનેક આકર ટીકાગ્રંથની રચના કરી તે સ્વામી ભગવદાચાર્યજીના “શુકલયજુર્વેદ-ભાષ્ય “સામ-ભાષ્ય” “ઉપનિષદૂ ભાષ્ય “ગીતાભાષ્ય”, “બ્રહ્મસૂત્ર-રામાનંદભાષ્ય' “વાલ્મીકિ–સંહિતા–ટીકા' “ભક્તિપરકકલ્પ-“મ” “ભક્તિશાસ્ત્ર' વગેરે વૈદિક અને શાસ્ત્રીય ગ્રંથ જાણીતા છે. મહાત્મા ગાંધીજીના એઓ પરમ ચાહક હતા. એમણે ભારત પારિજાત' પારિજાતાપહાર' અને પારિજાસૌરભ' એમ ત્રણ ભાગમાં ગાંધીજીના જીવનચરિત્રને લગતું મહાકાવ્ય લખ્યું છે. એવા જ ઉચ્ચ કોટિના વિદ્વાન જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી કૃષ્ણવલભાચાર્ય થયા છે, જેમણે લમીનારાયણસંહિતા” “મુનિતાત્પર્ય નિર્ણય વગેરે મળી પચાસેક આકર ગ્રંથ લખ્યા છે.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy