________________
૩૩૮
આઝાદી પહેલાં અને પછી
પ્રણાલીને ચાલુ રાખી રહ્યા હતા. બીજી બાજુ “ગાંધીયુગે પણ વિદ્વત્તા સાથે કંઈ અસહકાર કર્યો ન હતો. “પંડિતયુગની પરંપરાને સજીવન રાખી લંબાવનારા વિદ્વાનની એક નવી લાંબી હાર એણે પણ દેખાડી છે. પંડિત સુખલાલજી, મુનિ જિનવિજયજી, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, રામનારાયણ વિશ્વનાથ પાઠક, રસિકલાલ છો. પરીખ, દુર્ગાશંકર શાસ્ત્રી, વિજયરાય વૈદ્ય, વિશ્વનાથ ભટ્ટ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ડોલરરાય માંકડ, રામલાલ મોદી, મધુસૂદન મોદી, મંજુલાલ મજમૂદાર, અનંતરાય રાવળ, કેશવરામ શાસ્ત્રી, ભેગીલાલ સાંડેસરા અને ઉમાશંકરે જોશીનાં નામ એમાં ખુશીથી ગણાવી શકાય. જેમ આગળ ગણવેલા તેમ આ લેખકે પણ લખાવટમાં પિતાના વિષયને, પિતાની પ્રકૃતિને અને પિતાની બંધાયેલી શૈલીને વફાદાર રહીને વર્યા છે.
જે સમયખંડની વાત અહીં પ્રસ્તુત થાય છે તેને પહેલે નેધપાત્ર બનાવ છે ઈ.સ. ૧૯૧૪માં યુરોપમાં શરૂ થયેલું પહેલું વિશ્વયુદ્ધ ચાર વર્ષ ચાલેલા એ યુદ્ધની સંગ્રામભૂમિ ભારતવર્ષની બહાર હતી, પણ ભારતવર્ષની લશ્કરી ટુકડીએ એમાં ભાગ લેતી હતી અને ભારતવર્ષ બ્રિટિશ શાસન તળે હાઈ એટલે અંશે એ યુદ્ધમાં એક ભાગીદાર હતું. ભારતવર્ષની ટુકડીએ પરિસને બચાવ્યાના સમાચારે હિંદીઓને પોરસાવ્યાનું ખબરદારના ભારતના ટંકાર' નાં દેશભક્તિનાં કાવ્યો પરથી જોઈ શકાય. પુરગામી નર્મદ તથા હરિલાલ ધ્રુવની રાષ્ટ્રપ્રેમની શૌર્યકવિતા એનું એક પ્રેરક બળ હતી, તે બીજું પ્રેરક બળ હતે દક્ષિણ આફ્રિકાને હિંદી કેમને ગાંધીજીના નેતૃત્વવાળા સત્યાગ્રહ અને ત્રીજું પ્રેરક બળ બન્યું હિંદી સેનાનું યુરોપના રણાંગણ ઉપરનું પરાક્રમ. એ વિશ્વયુદ્ધનાં વરસોમાં ભારતવર્ષમાં હોમરૂલ માટે ચાલેલી ચળવળ અને એમાં મહમદઅલી ઝીણું, કનૈયાલાલ મુનશી, ચંદ્રશંકર પંડયા, જમનાદાસ મહેતા આદિ ગુજરાતીઓએ ઉત્સાહપૂર્વક લીધેલે ભાગ અને એ અંગે કરેલાં ભાષણો સિવાય સાહિત્ય પર એની કઈ વિશિષ્ટ અસર થઈ નથી. એ ચળવળે પ્રજાની દેશભક્તિને સકેરીસંવધી ગાંધીજીના તરત શરૂ થનાર કાર્ય માટે અનુકૂળ હવા ઊભી કરી એટલું ખરું. સાહિત્યક્ષેત્રે નેધપાત્ર બનાવ તે આગળ ગણાયેલી “પંડિતયુગના સાહિત્યકારોની કૃતિઓનું એ દસકામાં થયેલ પ્રકાશન અને કનૈયાલાલ મુનશીને “ઘનશ્યામ વ્યાસ' તખલ્લુસથી એક એતિહાસિક અને એક સામાજિક એમ બે નવલકથાઓના ધ્યાન ખેંચતા લેખક તરીકે થયેલે ઉદય.
સાહિત્યક્ષેત્ર ઉપર પ્રભાવક અસર વિશેષ કરી ગાંધીજીએ. ઈ.સ. ૧૯૧૮ માં “નવજીવન” સાપ્તાહિકનું તંત્રીપદ હાથ ધર્યું ત્યારથી એને પ્રારંભ