SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી રાજયમાં મધ્યસ્થ ગ્રંથાલય સ્થાપવાને, જિ૯લા પુસ્તકાલયોને સરકારી દેખરેખ નીચે વ્યવસ્થિત કરવાને અને ૧૦૦ નવાં ગ્રંથાલય સ્થાપવાને કાર્યક્રમ હતો. હાલ ગુજરાતમાં સારાં સાર્વજનિક અને શૈક્ષણિક ગ્રંથાલય વિકસ્યાં છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાનું ગ્રંથાલય એનું આગવું સ્થાન ધરાવે છે. વળીજે. જે. વિદ્યાભવનનું પુસ્તકાલય અને વડોદરાનું મધ્યસ્થ ગ્રંથાલય એના નમૂનેદાર દાખલા છે. શૈક્ષણિક ગ્રંથાલયમાં યુનિવર્સિટીનાં ગ્રંથાલયને સારે વિકાસ થયો છે. વિશિષ્ટ ગ્રંથાલયમાં ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ ડિઝાઈન, અટિરા વગેરે સંસ્થાઓનાં ગ્રંથાલય નમૂનેદાર છે. અહીં એક વસ્તુ નેંધવી જોઈએ કે ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસમાં સરકારી અનુદાનેએ અગત્યને ભાગ ભજવ્યું છે. ખાસ કરીને સાર્વજનિક ગ્રંથાલયોના નિભાવ માટે સરકાર અનુદાન આપે છે. અલબત્ત, અનુદાન લેનારાં ગ્રંથાલયને સરકારે ઠરાવેલા નિયમાનુસાર ગ્રંથાલયનું સાર્વજનિક ઉપયોગ માટે સંચાલન કરવાનું હોય છે. ગ્રંથાલય વિજ્ઞાનનું સાહિત્ય યુનિવર્સિટીના સ્તરે ગ્રંથાલય વિજ્ઞાનનું શિક્ષણ અપાતું હોવા છતાં ગ્રંથાલયવિજ્ઞાનનું સાહિત્ય હજુ અ૫ અને મુખ્યત્વે શરૂઆતનાં પાઠ્યપુસ્તકનું જ રહ્યું છે. ગ્રંથસૂચિ તથા એને લગતા ક્ષેત્રમાં શ્રી મોતીભાઈ અમને ઉત્તમ શરૂઆત કરેલી. એમની પ્રેરણાથી પુ. સ. સ. મંડળે ગુજરાતી ૮,૦૦૦ પુસ્તકની વર્ગીકૃત નામાવલી(૧૯૨૯) તથા ગુજરાતી ૪,૦૦૦ પુસ્તકોની વર્ગીકૃત નામાવલી (૧૯૩૩) પ્રસિદ્ધ કરેલી. એમની જ પ્રેરણાથી વાર્તાનાં પુસ્તક પરિચય તથા જીવરામ જોશીકૃત “બાલસાહિત્યસર્વસંગ્રહ” તૈયાર થયેલાં હતાં. ગુજરાત વિદ્યાસભાનું આ દિશામાં શકવતી કાર્ય તે “ગ્રંથ અને ગ્રંથકાર' ભા. ૧ થી ૧૧ (૧૯૩૦–૧૯૬૬), શ્રી કીકુભાઈ દેસાઈએ ૧૯૫૧ થી ૧૯૬૫ સુધી પ્રગટ થયેલાં ગુજરાતી પુસ્તકમાંથી પસંદ કરેલાંની સૂચિ બનાવેલી ને ગુજરાત પુસ્તકાલય મંડળે એ પ્રકાશિત કરી છે. પુસ્તકાલય” “ગ્રંથ” અને “ગ્રંથાલય” આ પ્રવૃત્તિને સ્પર્શતાં સામયિક છે. મંડળો અને તેઓની પ્રવૃત્તિઓ શ્રી મોતીભાઈ અમીનની પ્રેરણાથી ગ્રંથાલયને મદદ કરવા બે સંસ્થા ઊભી કરવામાં આવી (૧) વડોદરા રાજ્ય પુસ્તકાલય મંડળ અને (૨) પુસ્તકાલય સહાયક સહકારી મંડળ. બંને સંસ્થા ૧૯ર૫ માં સ્થપાઈ. ગુજરાત પુસ્તકાલય
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy