SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ કેળવણી ૩ર૩ ઈ. સ. ૧૯૫૩ માં ઓલ ઈન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સનું ૧૭મું અને ૧૯૫૪ માં ઈન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસનું ૧૭ મું અધિવેશન અમદાવાદમાં થયેલાં. ઈ. સ. ૧૯૬૦ની આસપાસ અભ્યાસના જુદા જુદા વિષયની પરિષદની સ્થાપના પણ થઈ છે. આ સર્વ શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતની મૂડી પર નિર્ભર છે. ઈ. સ. ૧૯૬૦ માં ગુજરાત રાજ્યની સ્થાપના થતાં ગુજરાતમાં ઉચ્ચ વિદ્યા અને અધ્યયન-સંશોધનક્ષેત્રે અને સમગ્ર કેળવણી ક્ષેત્રે વિકાસની તક ઉજજ્વળ બની છે. ઈ. સ. ૧૯૬૦-૬૧માં ગેસ તેલ અને પેટ્રોલિયમ પ્રાપ્ત થતાં રંગ-રસાયણખાતરાદિનાં સંશોધન–તાલીમ કેન્દ્રોની શરૂઆત થાય એવી અપેક્ષા રહે. વળી, દીર્ધ દરિયાકાંઠે, નાવિકવિદ્યા તથા મત્સ્યવિદ્યાની તાલીમ, મીઠાનું સંશોધનકાર્ય (ભાવનગરમાં શરૂ થયું છે), દરિયાઈ ખનિજવિદ્યા, વનવિદ્યા ભૂસ્તરવિદ્યા અને ખનિજવિદ્યા, અવકાશવિદ્યા (સ્પેસ એપ્લિકેશન સેન્ટર), ખગોળવિદ્યા વગેરેના વિકાસની પણ આવશ્યક્તા છે. આ સર્વ ગુજરાતને કેળવણીના ક્ષેત્રે વૈવિધ્યભર્યો અને ઝડપી વિકાસ થઈ રહ્યો છે એમ સૂચવે છે. સમાજ-શિક્ષણ ૧૯૪૭ થી પ્રૌઢ શિક્ષણને વ્યાપક બનાવી એને “સમાજશિક્ષણ નામ ૧૯૪૮ માં આપી એની પ્રાદેશિક સમિતિ રચવામાં આવેલી. એના મંત્રી કલ્યાણજીભાઈ મહેતા હતા અને પ્રોત્સાહક નાનાભાઈ ભટ્ટ, જુગતરામભાઈ દવે તથા નરહરિભાઈ પરીખ હતા અને પ્રયોજક સરકાર હતી. આ સમિતિએ અક્ષરજ્ઞાન ઉપરાંત સામાન્ય નાગરિકશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, સામાન્ય જ્ઞાન, ભજનાદિ શીખવવાનું નક્કી કરેલું. પછી સમિતિનું આ કાર્ય ૧૯પર માં જિલ્લા ઉપશિક્ષણ-અધિકારીઓને સંપાયું છે. ૧૯૪૫ થી ૧૯૬૦નાં ૧૫ વર્ષોમાં ઉત્તીર્ણ થયેલા પ્રૌઢની સંખ્યા ૩,૧૮,૮૮૩ છે. એકંદરે સમાજશિક્ષણનું કાર્ય ધીમું ચાલે છે. ૧૯૬૧ ની વસ્તી ગણતરી પ્રમાણે શહેરમાં ૫૧.૩ ટકા અને ગામડાંમાં ૭૫ ટકા લેકે નિરક્ષર હતાં.૫૨ અમદાવાદના મજૂર-વિસ્તારમાં ૧૯૫૫ પછી રાત્રિ શાળાઓ ચાલતી તે ભદ્ર તથા ખાડિયામાં બે યુવક મંડળ ચલાવતાં. આમ, કેળવણીમાં અનેકમુખી વૈવિધ્યભર્યો વિકાસ છતાં સ્વાતંત્ર્યનર કાલમાં યુનિવર્સિટીઓનાં મૂળભૂત મૂલ્ય અને ઉદ્દેશોમાં ખાસ ફેરફાર થયા નથી. કેળવણીને વ્યાપ વધે છે અને ગુણવત્તા પ્રમાણમાં ઘટી છે. ૩
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy