SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ કેળવણી ઉચ્ચ શિક્ષણ સ્વરાજ્ય મળ્યા પછી દેશમાં ઉચ્ચ શિક્ષણની પ્રતિષ્ઠા વધી છે અને આ શિક્ષણ લેનારની સંખ્યા પણ વધી છે. ઈ. સ. ૧૯૪૮ માં યુનિવર્સિટી-શિક્ષણ અંગે વિચારવા “રાધાકૃષ્ણન પંચની ભારત સરકારે રચના કરેલી. આ કમિશને દેશનાં વિશ્વવિદ્યાલયને સ્નાતકના ડિગ્રી-અભ્યાસક્રમ માટે ત્રણ વર્ષ રાખવા સૂચવ્યું. વળી, જનરલ એજ્યુકેશન અને ધાર્મિક શિક્ષણ આપવાની પણ ભલામણ કરેલી. ૧૯૪૭ માં નડિયાદમાં વિજ્ઞાન-વિનયન કોલેજ શરૂ થઈ. ૧૯૫૩ માં અમદાવાદમાં બીજી વિનયન કોલેજ ઉમેરાઈ. ૧૯૫૮ માં પાટણમાં કોલેજ શરૂ થઈ. ૧૯૫૪–૫૫ માં વિનયન વિજ્ઞાન અને ધંધાદારી શિક્ષણ આપતી કોલેજોની સંખ્યા ૨૨ ની હતી. ૧૯૫૫ માં ભરૂચમાં એક અને અમદાવાદમાં બે ત્રણ વિનયન કોલેજો ખૂલી. કોલેજોની સંખ્યા ૧૯૫૯-૬૦માં ૮૫ અને ૧૯૬૦-૬૧ માં ૯૬ની થઈ. એ પૈકી ૪૦ વિનયન-વિજ્ઞાનની અને ૩૮ વ્યાવસાયિક શિક્ષણની હતી. ઉચ્ચ શિક્ષણમાં ૩૦ ટકા ગુણનું આંતરિક મૂલ્યાંકન દાખલ કરાયું. ગ્રામીણ વિસ્તારમાં લોકભારતી ગ્રામજીવનને અનુલક્ષીને શિક્ષણ આપતી સંસ્થા છે. વડોદરામાં ૧૯૪૯માં મેડિકલ કોલેજ સ્થપાઈ. આયુર્વેદ મેડિકલ કૅલેજ ૧૯૫૧ માં આર્થિક તંગીને કારણે બંધ પડેલી તે નડિયાદમાં પાછી ચાલુ થઈ. ૧૯૪૭ માં અમદાવાદમાં એલ. એમ, ફાર્મસી કોલેજ અસ્તિત્વમાં આવી. ૧૯૪૮માં વલભવિદ્યાનગરમાં બીરલા વિશ્વકર્મા વિદ્યાલય શરૂ થયું. ૧૯૫૧ માં મોરબીની ટેકનિકલ સ્કૂલ ઇજનેરી કોલેજ-રૂપે વિકસી. ૧૯૫૬ માં રાજકોટમાં લે કોલેજ શરૂ થઈ. ૧૯૬૧ સુધીમાં વાણિજ્યની આઠ કલેજ હતી. ઈ. સ. ૧૯૪૭ માં પી. આર. એલ (ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી)ની સ્થાપના યુનિવર્સિટી વિસ્તારમાં થઈ એની પાસે જ અટિરા (અમદાવાદ ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસેશિયેશન) વસ્ત્રવિદ્યાનું સંશોધન કાર્ય કરે છે.' સ્વાતંત્ર્યોત્તર ગુજરાતમાં ત્રણ યુનિવર્સિટી અનુક્રમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ૧૯૪૮ માં વડેદરામાં, ગુજરાત યુનિવર્સિટી ૧૯૫૦ માં અમદાવાદમાં અને સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાપીઠ (પાછળથી સરદાર પટેલ યુનિવર્સિટી નામ પામેલી ) ૧૯૫૬ માં વલ્લભવિદ્યાનગર(આણંદ પાસે)માં શરૂ થઈ. ઈ. સ. ૧૯૫૩ થી નઈ તાલીમ પ્રમાણે ઉત્તર બુનિયાદી પછી ઉચ્ચ વિદ્યાનું શિક્ષણ આપતી ગ્રામવિદ્યાપીઠ લોકભારતી લેક શિક્ષણ અને કૃષિના વિશારદે તૈયાર કરે છે. ૨૧
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy