SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ કેળવણી ૩૧૫ ગુજરાતમાં કેળવણી વિશે જે ચિંતન થયું અને જે પ્રવેગ થયા તેમાં પણ સ્વભાષાનું મહત્વ સર્વે એ સ્વીકારેલું. ઈ. સ. ૧૯૧૬ માં ગુજરાત કેળવણી મંડળે' અને રણજીતરામે માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરેલી. ઈ. સ. ૧૯૧૭ માં બીજી કેળવણી પરિષદમાં અધ્યક્ષ ગાંધીજીએ પરિષદનું સંચાલન ગુજરાતીમાં કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું. ઈ. સ. ૧૯૧૯ માં રાષ્ટ્રિય શાળાઓએ અને ૧૯૨૦ માં ગૂજરાત વિદ્યાપીઠે ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ સ્તરે માતૃભાષા ગુજરાતીને સ્વીકારી." “શરૂથી આખર સુધીનું કેળવણનું વાહન ગુજરાતી જ હોવું જોઈએ એવું વિદ્યાપીઠના બંધારણે નેપ્યું છે. વિદ્યાપીઠમાં ગુજરાતી ફરજિયાત વિષય હતે. પરપ્રાંતી માટે ગુજરાતીને સરળ અભ્યાસક્રમ રાખેલ. ૧૯૨૮ થી હરેક પરીક્ષાના પ્રશ્નપત્રો અને ઉત્તર ગુજરાતી કે હિંદીમાં આપવાનો નિયમ પણ વિદ્યાપીઠે કરેલ. આ માટે પ્રાથમિક શાળાથી વિદ્યાપીઠના સવ વિષયનાં પાઠ્ય પુસ્તક ગુજરાતીમાં પ્રસિદ્ધ થવા લાગ્યાં ૧૯૨૨ થી શરૂઆતમાં ૬૦ પુસ્તક અને ૧૯૨૯ સુધી માં ૧૬૧ પુસ્તક પ્રસિદ્ધ થયાં. ૩૨ મહર્ષિ કર દ્વારા શરૂ થયેલી મહિલા યુનિવર્સિટીમાં પણ માધ્યમ સ્વભાષા હતું અને એની ગુજરાતમાંની ચાર કોલેજો સ્વભાષાના શિક્ષણના માધ્યમને લાભ લેતી હતી. ૧૯૧૬ થી ૧૯૧૯ સુધી ધોરણ ૪ થી ૭ સુધી અંગ્રેજી બેધભાષા હતી, ૩૩ માધ્યમિક શાળામાં આમ છતાં પ્રથમ ત્રણ ધોરણોમાં અંગ્રેજી સિવાયના વિષય માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં શીખવાતા.૩૪ ઈ. સ. ૧૯૨૫ માં માતૃભાષાના અભ્યાસને શિષ્ટભાષાના વિકલ્પ તરીકે મૅટ્રિકમાં સ્થાન મળ્યું. ઈ. સ. ૧૯૩૭ થી મૅટ્રિમાં ઈતિહાસ ભૂગોળ અને સંસ્કૃતના પ્રશ્નપત્રોના ઉત્તરો માતૃભાષામાં આપવાની છૂટ મળી.૩૫ ઈ. સ. ૧૯૩૯ માં વિજ્ઞાન અંગે છૂટ મળી, ત્યારબાદ ગણિત અંગે છૂટ મળી આમ ઈ. સ. ૧૯૪૭ સુધી માં ગુજરાતી ભાષા માધ્યમિક તબ્બકે બેધભાષા બની.૩૬ ઉચ્ચ વિદ્યાના ક્ષેત્રે ઈ. સ. ૧૯૪૪ સુધી બધભાષા અંગ્રેજી જ હતી.૩૭ રાષ્ટ્રભાષા હિંદી-હિંદુસ્તાની ગાંધીજીએ ૧૯૨૦ માં ગૂજરાત વિદ્યાપીઠ' અને “વિનયમંદિરમાં તથા રાષ્ટ્રિયશાળા'માં હિંદીભાષા સાથે મિશ્રિત ઉદૂવાળી હિંદુસ્તાની ભાષા શીખવવાને આગ્રહ રાખેલે અને તેઓ એને રાષ્ટ્રભાષા” કહેતા.૩૮ , આ પહેલાં કાશી નાગરી પ્રચારિણી સભા’ ‘હિંદી'ને દરેક પ્રાંતમાં પ્રચાર કરતી હતી. ગુજરાતમાં એનું મુખ્ય કેન્દ્ર અમદાવાદમાં હતું અને આજે પણ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy