________________
સાધન-સામગ્રી
ધરાવે છે. “ઝગમગ” “શ્રીરંગ “શ્રી” ચિત્રલોક ધર્મલોક' વગેરે વૃત્તપત્રો એ પ્રગટ કરે છે.
“ગુજરાત સમાચાર' ની જેમ ગુજરાતનાં જાણતાં દૈનિકમાં “સંદેશ” જનસત્તા' (-હવે લેકસત્તા') “પ્રભાત જયહિંદ વગેરેને ગણી શકાય. ઈ. સ. ૧૯૦૧ માં “ગુજરાતી પંચ” નામે સાપ્તાહિક શ્રી સેમલાલ મંગળદાસ શાહે શરૂ કરેલું, જેમાં વ્યંગ્યચિત્રો-ડઠ્ઠાચિત્રો અને રમૂજી લેખે પણ પીરસવામાં આવતાં. ૨૮ ઓગસ્ટ, ૧૯૨૩માં “સાંજનું દેનિક નીકળ્યું અને ૭–૩–૧૯૩૦ થી એ “સંદેશ” નામે પ્રગટ થાય છે. ૧૯૪૩ માં એની માલિકી બદલાઈ અને “સંદેશ લિમિટેડને સોંપાઈ. એના તંત્રી સ્થાને આરંભમાં શ્રી નંદલાલ બંડીવાળા હતા. હાલમાં શ્રી ચિમનભાઈ પટેલ છે. સેવક “આરામ” “ધર્મસંદેશ' “સ્ત્રી' “બાલસંદેશ” વગેરેનું એ સંચાલન કરે છે. એ જ પ્રમાણે “જનસત્તા' (હવે “લેકસત્તા') અને જયહિંદ' પણ પ્રગતિ કર્યા કરે છે. શ્રી કકલભાઈ કોઠારીએ “પ્રભાત' દૈનિક પણ ચલાવેલું, જે હજુ ચાલુ છે.
ગુજરાત મુંબઈ અને ભારતની બહાર બ્રહ્મદેશ, આફ્રિકા, રંગૂનમાં પણ - ગુજરાતી વૃત્તપત્રો પ્રગટ થાય છે એની પણ નોંધ લેવી ઘટે. ઈ.સ. ૧૯૦૦ થી શરૂ થઈ ૧૯૨૫ ૨૬ માં બંધ થયેલ “રંગૂન સમાચાર', એ જ પ્રમાણે ગાંધીયુગમાં નીકળેલું “બર્મા–વર્તમાન',ને ઈ. સ. ૧૯૨૮માં આરંભાયેલ “બ્રહ્મદેશ” જે ૧૯૩૦ થી “નૂતન બ્રહ્મદેશ” નામે પ્રગટ થાય છે. આ ઉપરાંત મદ્રાસમાંથી “તિ', કાચીનમાંથી “મલબાર સમાચાર', મોમ્બાસાથી “ઈસ્ટ આફ્રિકન ક્રોનિકલ’ ‘કેન્યા મેલ” ઈન્ડિયન ઈસ’ ‘ઝાંઝીબાર સમાચાર વગેરે પણ ઉલ્લેખપાત્ર છે.
ઈ. સ. ૧૯૪૬ સુધી પ્રગટ થયેલ અખબારોને લગતી માહિતી સરકારી અહેવાલમાં પ્રગટ થતી હતી તે મુજબ ૩૧મી માર્ચ, ૧૯૪૬ ના રોજ મુંબઈ ઇલાકામાં ગુજરાતી ભાષામાં ૨૯ દૈનિક, ૭૮ સાપ્તાહિક અને ૧૨ પખવાડિકેમળી કુલ ૧૧૮ પત્રો પ્રગટ થતાં હતાં.
ઈ. સ. ૧૯૧૫-૧૯૬૦ ના સમયગાળામાં ગુજરાતમાંથી પંદરેક દૈનિકપત્રો પ્રગટ થાય છે, જેમાં “ગુજરાત સમાચાર” “સેવક' “સંદેશ” “લેકસત્તા” “જયહિંદ જનસત્તા (હવે “લોકસત્તા') “કચ્છમિત્ર' “ફૂલછાબ' “જનશક્તિ' “જન્મભૂમિ મુંબઈ સમાચાર' વગેરે મુખ્ય છે.
આ ઉપરાંત ૩ અર્ધ–સાપ્તાહિક, ૩૫ સાપ્તાહિક, રર પાક્ષિક, ૨૮ સામયિક, ૧૩૦ થી યે વધારે માસિક પ્રગટ થાય છે. તેઓમાં બુદ્ધિપ્રકાશ' ભૂમિપુત્ર